News of Wednesday, 7th January 2026
ધ્રોલ પંથક ‘હનુમાનદાદામય': હરીપર ગામે ગોરડીયા હનુમાનજી મંદિરના ૧.૫૦ કરોડના નૂતન મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન : મહારુદ્ર યજ્ઞની પૂર્ણાહુતિઃ આહુતિઓથી પવિત્ર થયું હરીપરનું વાતાવરણ
ભક્તિ, શક્તિ અને સેવાનો અદભૂત ત્રિવેણી સંગમઃ ૩૦ હજારથી વધુ ભાવિકોએ મહાપ્રસાદ લીધો, ૫૦૭ બોટલ રક્ત એકત્ર કરી માનવતા મહેકાવી : નૂતન મંદિરના જીર્ણોદધાર નિમિત્તે યોજાયેલા ત્રિ-દિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, શિખર પૂજન અને સહ મહારૂદ્ર યજ્ઞમાં જામનગર સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, ઉદ્યોગપતિઓ સહિત સમાજના ભામાશાઓએ ગોરડીયા હનુમાન દાદાના દર્શનનો લ્હાવો લીધો

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા. પઃ ધ્રોલ તાલુકાના હરીપર ગામના પાદરે આવેલું અને લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું જીવંત કેન્દ્ર એવા શ્રી ગોરડીયા હનુમાનજી મંદિર ખાતે ઇતિહાસનું એક નવું સુવર્ણ પળષ્ઠ લખાયું છે. કરોડના માતબર ખર્ચે તૈયાર થયેલા ભવ્ય અને કલાત્મક નૂતન મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે યોજાયેલા ત્રિ-દિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, શિખર પૂજન અને સહ મહારૂદ્ર યજ્ઞનું અત્યંત ભક્તિસભર વાતાવરણમાં નિર્વિઘ્ન સમાપન થયું છે. સંવત ૨૦૮૨ના પોષ સુદ-૧૩ થી ૧૫ દરમિયાન યોજાયેલા આ મહોત્સવમાં ધ્રોલ મોરબી જામનગર અને રાજકોટ સહિત અલગ અલગ જીલ્લા માંથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા, જેના કારણે હરીપર ગામ જાણે ભક્તિના સાગરમાં હિલોળે ચડ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
ધાર્મિક વિધિઓ અને મહારૂદ્ર યજ્ઞનો દબદબો મહોત્સવના ત્રણેય દિવસ દરમિયાન શાષાોક્ત વિધિ-વિધાન સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ગગનચુંબી મંદિરના શિખર પર જ્યારે ધ્વજારોહણ કરવામાં આવ્યું ત્યારે આખું પરિસર ‘જય હનુમાન' અને ‘સીતારામ'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. મહોત્સવના મુખ્ય આકર્ષણ સમાન સહ મહારૂદ્ર યજ્ઞમાં વિદ્વાન ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર સાથે આહુતિઓ આપવામાં આવી હતી, જેનો લાભ હજારો દર્શનાર્થીઓએ લીધો હતો. આયોજનને આખરી ઓપ આપવા માટે ગોરડીયા હનુમાનદાદા ટ્રસ્ટના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. ધ્રોલ તાલુકાના હરીપર ગામે શ્રી ગોરડીયા હનુમાનજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યંત ભક્તિમય વાતાવરણમાં ભવ્ય રીતે સંપન્ન થયો છે. આ મંગલમય અવસરે જામનગરના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા તેમજ રાજકોટના પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારીયાએ ખાસ ઉપસ્થિત રહી ગોરડીયા દાદાના દર્શન અને પૂજન કરી ધન્યતા અનુભવી હતી. આ ધાર્મિક મહોત્સવમાં સમાજના અનેક ભામાશાઓ અને દાતાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
૩૦ હજાર વધુ લોકોએ પ્રસાદ લીધો આટલા મોટા પાયે આયોજન હોવા છતાં, વ્યવસ્થા અને શિસ્ત અદભૂત જોવા મળી હતી. હરીપર, વાગુદળ અને ખારવા ગામના સેવકોએ ખડેપગે રહીને આવનાર તમામ ભક્તોની સેવા કરી હતી. મહોત્સવ દરમિયાન તૈયાર કરવામાં આવેલા વિશાળ રસોડેથી ૩૦ હજાર થી વધુ લોકોએ પવિત્ર ભાવે મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો. ભક્તો માટે ચા, પીવાનું પાણી, બેસવાની વ્યવસ્થા અને દર્શનની લાઈનોનું સંચાલન ગ્રામજનોએ એક આદર્શ રીતે કર્યું હતું.
હરીપર ખાતે આવેલ સુપ્રસિદ્ધ શ્રી ગોરડીયા હનુમાનજી મંદિરના નવનિર્માણાના પવિત્ર અને ધાર્મિક કાર્યમાં શ્રી ગોરડીયા દાદા ના અનન્ય સેવકો એવા જગદીશભાઈ ગોવિંદભાઈ કાસુન્દ્રા તથા દિનેશભાઈ ગોવિંદભાઈ કસુન્દ્રા મોરબી તાલુકાના રામગઢ ગામના અને હાલ અંકલેશ્વર સ્થિત વ્યવસાય કરે છે તેઓએ મુખ્યદાતા તરીકે સેવા આપેલ છે તેમજ શ્રી ગોરડીયા દાદાના ધ્રોલ સહિત આજુબાજુના ગામોમાં વસતા તેમજ મૂળ ધ્રોલના અને હાલમાં વિદેશ સ્થિત દાતાઓ તરફથી વિવિધ ધાર્મિક કાર્યક્રમો તેમજ મહાપ્રસાદ માટે આર્થિક યોગદાન આપવા આવ્યું.
હરધ્રોળ માજી સૈનિક સંગઠન અને મંદિર સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા મહારક્તદાન કેમ્પમાં લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડયો હતો. યુવાનો અને વડીલોએ હોંશે હોંશે રક્તદાન કર્યું હતું. બે દિવસ રક્તદાન કેમ્પમાં કુલ ૫૦૭ જેટલી બ્લડ બોટલ એકત્રિત કરવામાં આવી હતી. આ એકત્ર થયેલું લોહી જામનગરની સરકારી જી.જી. મોકલવામાં આવ્યું છે. માજી સૈનિકોના આ સેવાયજ્ઞને સર્વત્ર બિરદાવવામાં આવ્યો છે.
આમ, ધ્રોલના હરીપર ગામે યોજાયેલો આ મહોત્સવ ભક્તિ, દાન અને માનવસેવાનો અનોખો સંગમ સાબિત થયો છે. ૧.૫૦ કરોડના ખર્ચે બનેલું આ ભવ્ય મંદિર હવે આવનારા વર્ષો સુધી શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને ઉર્જાનું કેન્દ્ર બની રહેશે. હરીપર અને આસપાસના ગ્રામજનોના સહયોગ અને ટ્રસ્ટની મહેનતથી આ સમગ્ર મહોત્સવ સુવર્ણ અક્ષરે ઇતિહાસમાં અંકિત થયો છે.
મંદિરના પૂજારી શ્રી ઈશ્વરલાલ વિઠ્ઠલદાસ અગ્રાવત તથા આષુતોષભાઈ ઠાકર, મહેશભાઈ સોરઠીયા, રામસિંહ જાડેજા, હરગોવિંદભાઈ આડેસરા અને અરવિંદભાઈ હિંસુ સહિતના આગેવાનોની જહેમત આ મહોત્સવની સફળતાનું પાયાનું કારણ બની હતી. જે ભાવિકો રૂબરૂ આવી શકયા ન હતા, તેમના માટે આખા ત્રણ દિવસના કાર્યક્રમનું સોશિયલ મીડિયા અને કેબલના માધ્યમથી લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેના કારણે હજારો લોકોએ ઘરે બેઠા દાદાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
‘અકિલા'ના મોભી કિરીટભાઈ ગણાત્રા ગોરડીયા દાદાના દર્શને
આ પાવન જગ્યાએ ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા એ ખાસ ઉપસ્થિત રહી ગોરડીયા હનુમાનદાદાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. મંદિરના મુખ્ય દાતા દિનેશભાઈ દ્વારા કિરીટભાઈનું સાલ ઓઢાડી અને સ્મળતિચિホ અર્પણ કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે પત્રકારત્વ અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓએ મંદિરના જીર્ણોદ્ધાર અને આયોજનની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. આ પ્રસંગે મહેશભાઇ રામજીભાઈ મુંગરા, અરવિંદભાઈ હિન્સુ સહિતના અનેક રાજકીય અને સામાજિક આગેવાનોએ ઉપસ્થિત રહી ધર્મચર્ચામાં ભાગ લીધો હતો.
ગોરડીયા દાદા ઈતિહાસ
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હરીપર-વાગુદડની સીમમાં બિરાજતા શ્રી ગોરડીયા હનુમાનજી દાદાનું સ્થાનક આજે લાખો શ્રદ્ધાળુઓ માટે અતૂટ શ્રદ્ધાનું પ્રતીક બન્યું છે. આ પવિત્ર સ્થાનકનો ઇતિહાસ ૩૨૭ વર્ષ જેટલો પુરાણો છે. સંવત ૧૭૫૪ના માગશર સુદ અગિયારસના પાવન દિવસે દાદા હરીપરની સીમમાં એક ગોરડના વળક્ષ નીચે સાક્ષાત્ મૂર્તિ સ્વરૂપે પ્રગટ થયા હતા, જેના કારણે તેઓ ‘ગોરડીયા હનુમાન' તરીકે સુવિખ્યાત થયા. આ સ્થાનકની મહત્તા ત્યારે વધી જ્યારે ધ્રોલના રાજવી પરિવારના કુંવરને સર્પદંશ થયો અને દાદાની અસીમ કળપાથી તેઓ તેમાંથી હેમખેમ ઉગરી ગયા. આ ચમત્કારથી અભિભૂત થઈને તત્કાલીન રાજાએ મંદિર માટે જમીન ભેટ આપી હતી. સૌપ્રથમ ધ્રોલના ઠાકોર સાહેબ જુણાજીએ અને ત્યારબાદ ઈ.સ. ૧૯૧૧માં ડોશી પરિવારે અહીં મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. સમયના વહેણ સાથે, વર્ષ ૨૦૨૫માં દાદાના પરમ ભક્ત શ્રી દિનેશભાઈ ગોવિંદભાઈ કાસુંદ્રાએ પોતાના પિતળઓની સ્મળતિમાં અંદાજે ૧.૫૦ કરોડના ખર્ચે અત્યંત કલાત્મક અને આકર્ષક નૂતન મંદિરનું નિર્માણ કરાવ્યું છે. સફેદ આરસ અને નયનરમ્ય કોતરણી ધરાવતું આ મંદિર રાત્રિના સમયે રોશનીથી ઝળહળી ઉઠે છે, જે પ્રવાસીઓ અને ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

ધ્રોલના હરીપરમાં શ્રી ગોરડીયા હનુમાનજી મંદીરે ૩પ હજાર ભાવિકોએ મહાપ્રસાદ લીધો
મુર્તિ શિખરની પ્રાણ પ્રતિષ્ઠાની શાષાોકત વિધિ : પૂજન, અર્ચનમાં ભકતો ઉમટયા
(હસમુખરાય કંસારા દ્વારા) ધ્રોલ, તા., પ : ધ્રોલ નજીકના હરીપર ખાતે શ્રી ગોરડીયા હનુમાનજી મંદિર ખાતે યોજાયેલ ત્રિ દિવસીય ધાર્મિક મહોત્સવ પ્રસંગે તા. ૩/૧/૨૦૨૬ ના રોજ સવારે ગણપતિ પૂજન સ્થાપિત દેવતાનું પૂજન તેમજ બપોરે ૩.૩૦ કલાકે મૂર્તિ શિખરની પ્રાણ પ્રતિષ્ઠાની શાષાોતક વિધિની પૂજન અર્ચન સાથે માં અભિષેક કરવામાં આવેલ.
શ્રી ગોરડીયા હનુમાનજી મંદિરના શિખર ઉપર સાંજે ર.૨૮ મિનિટે કળશની પ્રાણ પ્રતિષ્ઠા તથા ધ્વજા રોહણ પ્રસંગે હાજર રહેલા હજારો ધાર્મિક ભક્તો દ્વારા વાજ઼તે ગાજતે કળશને લઈ જઈને શિખર ઉપર કળશ પધરાવેલ તેમજ જીને તજાદંડ ઉપર ફરકાવીને પુષ્પ વર્ષા કરવામાં આવેલ તેમજ આ પ્રસંગે કાર્યક્રમની પૂર્ણાહુતિ પ્રસંગે બીડુમાવવામાં આવેલ.
આ ત્રી દિવસીય ધાર્મિક કાર્યક્રમમાં ધ્રોલ સહિત સમગ્ર વિસ્તારમાં થી હજારો ધર્મ પ્રે્રમી ભાઈઓ તથા બહેનોએ ધર્મ લાભ મેળવેલ તેમજ આ સમગ્ર કાર્યક્રમના સુંદર આયોજન માટે ધ્રોલ હરીપર ખારવા વાગુદડ સહિતના ગામોના ભાઈઓ તથા બહેનો એ સેવા આપીને કાર્યક્રમની સુંદર વ્યવસ્થા સંભાળેલ. આ ત્રિ દિવસીય ધાર્મિક મહોત્સવ પ્રસંગે ભાગ લેનાર ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ જેમાં અંદાજિત ૩૦ થી ૩૫,૦૦૦ જેટલા ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.
શ્રી ગોરડીયા દાદાના આ નવનિર્મિત મંદિરનું નિર્માણ અંદાજે ૧.૫૦ કરોડના ખર્ચે કરવામાં આવેલ છે આ ધાર્મિક પ્રસંગમાં પધારેલા ભક્તો દ્વારા ઉદાર હાથે ૨૫ લાખ રૂપિયા જેવી મતભર રકમનું દાન આ ધાર્મિક સ્થળના વિકાસ માટે આવેલ છે.
આ ધાર્મિક પ્રસંગે સામાજિક ધાર્મિક તેમજ રાજકીય આગેવાનોએ હાજરી આપી દર્શનનો લાભ મેળવી શ્રી ગોરડીયા હનુમાનજી દાદાના આશીર્વાદ મેળવેલ.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
