<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

કાલથી શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્‍યમાં મહોત્‍સવઃ નરેન્‍દ્રભાઇ રાત્રી રોકાણ કરશે

૧૦૮ અશ્વ સાથે ભવ્‍ય શોૈર્યયાત્રા નીકળશેઃ વડાપ્રધાન જાહેરસભાને સંબોધન કરશે

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ તા.૭: શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્‍યમાં કાલથી ૪ દિવસનો મહોત્‍સવ યોજાઇ રહયો છે. જેમાં વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી પણ ખાસ હાજરી આપશે.

તા. ૮-૧-રપ અને ૯-૧-ર૬ ના રોજ ૮ થી વધુ ભુદેવો દ્વારા ૭ર કલાકનો અખંડ ઓમકાર જાપ સતત શંખફુકવો મહાઆરતી ભકિત સંગીત તા. ૧૦ જા-યુ. એ અખંડ ઓમકાર જાપનો સમાપન સમારોહ મહાઆરતી, ભકિત સંગીત, અદ્‌ભુત ડ્રોન શો યોજાશે.તા. ૧૧ જાન્‍યુ. ના મહાઅભિષેક મહાઆરતી ૧૦૮ અશ્વ સાથે શૌર્યયાત્રા તેમજ સદ્‌ભાવના ગ્રાઉન્‍ડમાં એક લાખથી વધુ શીવ ભકતોને વડાપ્રધાન  નરેન્‍દ્રભાઇ ખાસ સંબોધન કરશે.વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીનું તા. ૧૦ ના સોમનાથ ખાતે આગમન થશે અને રાત્રી રોકાણ સોમનાથમાં કરશે. અને તા. ૧૧ મીએ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરશે.

(12:12 PM IST)