<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

મોદી જેવા લોકપ્રિય નથી ટ્રમ્પ, તેમના નિર્ણયો પણ બદલાયા કરશે: ઈયાન બ્રેમરનો દાવો

બ્રેમરના મતે, વડાપ્રધાન મોદી તેમના દેશમાં અત્યંત લોકપ્રિય છે અને તેમની સ્થિતિ મજબૂત છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં તેટલી લોકપ્રિયતા ધરાવતા નથી

વિશ્વના જાણીતા રાજકીય વિશ્લેષક ઈયાન બ્રેમરે દાવો કર્યો છે કે અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેટલા લોકપ્રિય નથી. ટ્રમ્પના નિર્ણયો અસ્થિર હોઈ શકે છે.

યુરેશિયા ગ્રુપના પ્રમુખ અને જાણીતા અમેરિકન રાજકીય વૈજ્ઞાનિક ઈયાન બ્રેમરે તાજેતરમાં એક નિવેદનમાં જણાવ્યું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પની સરખામણી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે થઈ શકે નહીં. બ્રેમરના મતે, વડાપ્રધાન મોદી તેમના દેશમાં અત્યંત લોકપ્રિય છે અને તેમની સ્થિતિ મજબૂત છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં તેટલી લોકપ્રિયતા ધરાવતા નથી.

​બ્રેમરે ચેતવણી આપી હતી કે ટ્રમ્પનો સ્વભાવ વ્યવહારુ (ટ્રાન્ઝેક્શનલ) છે. તેઓ મિત્રતા કે જૂના સંબંધોને બદલે જે-તે સમયના ફાયદાને મહત્વ આપે છે. આથી, ટ્રમ્પ સત્તામાં આવ્યા બાદ અગાઉ લીધેલા નિર્ણયો પણ બદલી શકે છે. આ અસ્થિરતાને કારણે ભારત સહિતના અમેરિકાના સાથી દેશોએ સાવચેત રહેવું પડશે. ટ્રમ્પની નીતિઓમાં યુ-ટર્ન આવવાની શક્યતાઓ નકારી શકાય નહીં, જેની અસર વૈશ્વિક વ્યાપાર અને કૂટનીતિ પર પડી શકે છે.

(2:53 PM IST)