News of Wednesday, 7th January 2026
સોના જેવી શુદ્ધતા હવે ચાંદીમાં પણ: ભારતમાં ચાંદીના દાગીના પર હોલમાર્કિંગ ફરજિયાત થવાના સંકેત

ગ્રાહકોને છેતરાતા અટકાવવા માટે ભારત સરકાર સોનાની જેમ હવે ચાંદીના દાગીના પર પણ હોલમાર્કિંગ ફરજિયાત કરવાની દિશામાં વિચારી રહી છે.
સોનાના દાગીનામાં શુદ્ધતાની ખાતરી આપતું હોલમાર્કિંગ ફરજિયાત થયા બાદ, હવે ચાંદીના દાગીના અને વાસણો માટે પણ આવા જ નિયમો આવે તેવી પ્રબળ શક્યતા છે. અત્યાર સુધી ચાંદીમાં હોલમાર્કિંગ મરજિયાત હતું, જેના કારણે ગ્રાહકોને ઘણીવાર ઓછી શુદ્ધતાવાળી ચાંદી પધરાવી દેવામાં આવતી હતી.
બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઈએસ) દ્વારા આ અંગે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાના અહેવાલ છે. નવા નિયમો મુજબ, જ્વેલર્સે ચાંદીના દાગીના પર તેની શુદ્ધતા દર્શાવતો હોલમાર્ક અને રજીસ્ટ્રેશન નંબર ફરજિયાત લગાવવો પડશે. આ નિર્ણયથી સામાન્ય ગ્રાહકોને મોટો ફાયદો થશે કારણ કે તેઓ જે પૈસા ચૂકવે છે તેના બદલામાં તેમને શુદ્ધ ચાંદી મળશે. આગામી સમયમાં આ અંગે સત્તાવાર જાહેરાત થઈ શકે છે.
(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
