<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

બે મિત્રોની લડાઈમાં પાકિસ્તાન ફસાયું: સાઉદી અને યુએઈના તણાવ વચ્ચે શાહબાઝ શરીફની ઊંઘ હરામ

આર્થિક સંકટનો સામનો કરી રહેલું પાકિસ્તાન તેના બે મુખ્ય મદદગાર દેશો સાઉદી અરેબિયા અને યુએઈ વચ્ચેના આંતરિક તણાવને કારણે મુશ્કેલીમાં મુકાયું છે.

મધ્ય પૂર્વના બે શક્તિશાળી દેશો સાઉદી અરેબિયા અને યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ) વચ્ચે હાલમાં બિઝનેસ અને પ્રભાવ વધારવાને લઈને શીતયુદ્ધ જેવી સ્થિતિ ચાલી રહી છે. આ બંને દેશો વચ્ચેની સ્પર્ધામાં પાકિસ્તાન ખરાબ રીતે ફસાયું છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ માટે આ સ્થિતિ 'સૂડી વચ્ચે સોપારી' જેવી થઈ ગઈ છે.

​પાકિસ્તાન પોતાની ડૂબતી અર્થવ્યવસ્થાને બચાવવા માટે બંને દેશો પાસેથી લોન અને રોકાણની આશા રાખી રહ્યું છે. જો તે એક દેશનો પક્ષ લે છે તો બીજો દેશ નારાજ થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સાઉદી ક્રાઉન પ્રિન્સ અને યુએઈના પ્રમુખ વચ્ચેના મતભેદોને કારણે પાકિસ્તાનને મળતી મદદમાં વિલંબ થઈ રહ્યો છે અથવા કડક શરતો મૂકવામાં આવી રહી છે. આ સ્થિતિએ ઈસ્લામાબાદની ચિંતામાં વધારો કર્યો છે.

(2:55 PM IST)