News of Wednesday, 7th January 2026
ડોનાલ્ડ ટ્રમ્પના પગાર કરતાં જો બાયડનનું પેન્શન વધારે !

અમેરિકાના નિવૃત્ત થયેલા રાષ્ટ્રપતિ જો બાયડનને મળતું પેન્શન ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ તરીકેના વાર્ષિક પગાર કરતા પણ વધુ છે.
અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી બાદ એક રસપ્રદ આંકડો સામે આવ્યો છે. રિપોર્ટ મુજબ, રાષ્ટ્રપતિ જો બાયડનને મળતું સરકારી પેન્શન ઐતિહાસિક હશે. જો બાયડને અમેરિકાની સરકારમાં સેનેટર, ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ તરીકે દાયકાઓ સુધી સેવા આપી છે.
નિયમો મુજબ, લાંબી સેવાને કારણે તેમનું કુલ પેન્શન વાર્ષિક આશરે ૪,૧૩,૦૦૦ (ચાર લાખ તેર હજાર) ડોલરની આસપાસ છે. બીજી તરફ, અમેરિકાના પ્રેસિડેન્ટની વાર્ષિક પગાર ૪,૦૦,૦૦૦ (ચાર લાખ) ડોલર નક્કી થયેલો છે.
આમ, સત્તા પર આવેલા ડોનાલ્ડ ટ્રમ્પને જે પગાર મળે છે તેના કરતા નિવૃત્ત થયેલા જો બાયડનને મળતું પેન્શન રકમની દ્રષ્ટિએ વધારે છે.
(2:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
