<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

મોટી જાહેરાત: ૬૦% ડીએ ફાઈનલ? ડિસેમ્બરના ઇન્ડેક્સમાં ફેરફાર છતાં કર્મચારીઓને ૨ ટકા વધારાનો જ થશે ફાયદો

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (ડીએ) અંગે મોટા સમાચાર છે. ડિસેમ્બરના મોંઘવારી આંકડા મુજબ ડીએ ૬૦% સુધી પહોંચી શકે છે, પરંતુ વાસ્તવિક વધારો મર્યાદિત રહેવાની શક્યતા છે.

સાતમા પગાર પંચ હેઠળ પગાર મેળવતા કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોની નજર જાન્યુઆરી મહિનામાં જાહેર થનારા મોંઘવારી ભથ્થા (ડીએ) પર મંડાયેલી છે. લેબર બ્યૂરો દ્વારા જાહેર કરવામાં આવતા 'ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ' (એઆઈસીપીઆઈ)ના ડિસેમ્બરના આંકડા આવી ગયા છે.

​આ આંકડાઓની ગણતરી કરતા અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે કુલ મોંઘવારી ભથ્થું ૬૦% ની નજીક પહોંચી શકે છે. જોકે, વર્તમાન બેઝિક ડીએ ૫૦% થી ઉપર ચાલી રહ્યું હોવાથી, ગણતરીના નવા ફોર્મ્યુલા મુજબ ચોખ્ખો વધારો કદાચ ૪% ને બદલે ૩% કે અમુક કિસ્સામાં માત્ર ૨% પણ રહી શકે છે. 

નિષ્ણાતોના મતે, ભલે આંકડો ૬૦% દેખાતો હોય, પરંતુ કર્મચારીઓના હાથમાં આવતો વાસ્તવિક વધારો ફુગાવાના પ્રમાણમાં ઓછો હોઈ શકે છે. સરકાર હોળી આસપાસ આ અંગે સત્તાવાર જાહેરાત કરે તેવી શક્યતા છે.

(2:57 PM IST)