News of Wednesday, 7th January 2026
આપણે શિક્ષીત તો છીએ પરંતુ કથામાં દિક્ષીત થવા આવીએ છીએ : પૂ. મોરારીબાપુ
બિહારમાં આયોજીત ‘માનસ શૃંગિ ઋષિ' શ્રીરામ કથાનો આજે પાંચમો દિવસઃ શ્રીરામના ગુંજતા નાદ

રાજકોટ, તા., ૭ : લખીસરાઇની અશોકધામ ભુમીના પ્રાંગણમાં પ્રવાહીત થઇ રહેલી રામકથા માનસ સૃંગિરિષિના ચોથા દિવસે ગઇકાલે કથાના પ્રેમસંવાદને આગળ ધપાવવા પ્રિય બાપુએ કહયું કે બાપ, આજે ઋગ્વેદના એક મંત્રથી શરૂઆત કરીએ હું મંત્ર શ્લોક બોલુ પછી તમે સૌ પણ બોલજો આપણે શિક્ષિત તો છીએ પણ કથામાં આપણે દિક્ષિત થવા આવીએ છીએ.
ચતવારી સૃંગા ત્રયો અસ્પપાશ
ધ્વૈરશિરસે સપ્તહસ્તાસો અસ્ય !
શૈરવિતિ મહાદેવો મર્ત્યાન આવિશેષ!!
આ ઋત્વેદના શ્લોકમાં નંદી-વૃષભ (બળદ)ની વાત છે કોઇ નદીના બે શીંગડા હોય છે પણ આ નંદીને ચાર શિંગ છે. વિચિત્રિ છે. ત્રણ પગ છે. બે શિર (માથા) છે. અહી માનસની દ્રષ્ટિએ કહું તો આ ચાર શિંગ એ માનસના ચાર ઘાટ છે. માનસના ચાર શિખર છે. જે શિખર છે. જે શિખર પરથી કથા ગવાય છે. કૈલાસ શિખર પરથી મહાદેવ પાર્વતીને રામકથા સંભળાવે છે. નિલગીરી પર્વત પર કાગ ભૂસુંડીજી ગરૂડને કથા કહે છે. પ્રયાગ ભલે જાય છે. પૃથ્વી પર છે પણ યારીવલ્કયજી ભારદ્વાજને કથા સંભળાવે છે. ત્યારે એ શિખર પરની કથા છે અને તુલસીજી દીનતાના ઘાટ પરથી પોતાના મનને કથા સંભળાવે છે. અને એ પણ પાયો પરમ વિશ્રામ કહીને પરમના શિખર પર પહોંચે છે.
શરણાગત સંદર્ભે કોઇએ જિજ્ઞાસા પુછી છે. શરણાગત હોય એણે કશુ કરવાની જરૂર નથી.
કશુંય જાણવાની પણ જરૂર નથી, કશું વિચારવાની જરૂર નથી અને ખાસ તો એ કે શરણાતને કશું પામવાની પણ જરૂર નથી એ પૂર્ણ શરણાગતિ છે. શરણાગત એ છે કે જેને કોઇ પ્રશ્ન જ નથી.
તમારા દિલને તમારા હૃદયને પુછજો કે શાંતિની ઇચ્છા કોને નથી! લક્ષ્મીની ઇચ્છા કોને નથી ! શકિતની ઇચ્છા કોને નથી ? હર કોઇને આ ત્રણ વસ્તુઓની ઇચ્છા છે જ. સીતા એટલે શાંતિ સીતા-લક્ષ્મી પણ છે અને આહુલાદીની શકિત પણ છે. રાવણ પાસે બધું જ હતું ધનવૈભવ હતો, બળવાન હતો પણ શાંતિ નહોતી એટલે એને સીતાની ઝંખના હતી અને શાંતિ તો સમર્પણથી મળે છે. અપહરણથી નથી મળતી! શાંતિનો જન્મ સુક્ષ્મ બુધ્ધિથી થાય છે. ગીધ પક્ષી છે, એની પાસે આંખ અને પાંખ બન્ને છે. પણ સુક્ષ્મબુધ્ધિ નથી એટલે ખૂબ ઊંચી ઉડાન ભરીને એ નીચે ધરતી પર જાુએ છે તો મડદા! કોઇ જટાયુ જેવા વિરલ હોય છે જે પર જાુએ છે તો મડદા ! કોઇ જટાયુ જેવા વિરલ હોય છે જે આંખ અને પાંખ બન્નેથી સાત્વિક-હકારાત્મક કર્મ કરી શકે છે.
કોની સંગત ન કરવી. આપણા શાષાોમાં દર્શાવાયુ છે કે ધનનું જેને અભિયાન હોય એની અંગત ન કરવી, ઉપેક્ષા પણ ન કરવી, પ્રણામ કરીને એની પાસેથી નીકળી જવું, બળનું જેને અભિમાન હોય એનો પણ સંગ ન કરવો, વિદ્વતાનો જેને અહંકાર હોય એવા લોકોનો સંગ ન કરવો.. ઘણા લોકો અ-કારણ ખોટું બોલતા હોય છે, કોઇ કારણ વગર ખોટું બોલ્યા કરે, ઘણા લોકો અકારણ વિરોધ જ કર્યા કરે ! કળા વિષયક અહંકાર હોય એનો પણ સંગ ન કરવો, ઘણા લોકોને એની કળા-કલાનું અભિયાન હોય છ.ે બાપ, મારી પાસે જીવન કિતાબના ત્રણ પાના છે. ત્રણ પાનાની જીવનકથા છે. સત્ય, પ્રેમ, કરૂણા એ ત્રણ પાનાને ઉંઘેથી ઉલટા વાંચો ને કરૂણ, પ્રેમ અને સત્ય થાય છે. આપણે રામાયણનો પણ ઉલટો પાઠ કરતા હોઇએ છીએ એમ ઉલટો પાઠ કરૂણ, પ્રેમ અને સત્ય કોઇની કરૂણા થકી આપણો જન્મ થાય છે એ જીવન કિતાબનું પ્રથમ પાનુ જન્મ અને મૃત્યુ વચ્ચે પ્રેમ છે.
આપણે કેમ એકબીજાને પ્રેમ નથી કરતા ધ્વેષ, નિંદા, ઇર્ષા શા માટે ? જીવન પ્રેમ કરવા માટે મળયું છે અને પ્રેમ કરવો એ પાપ હોય તો, ખુબ પાપ કરો, ખુબ પાપ કરો પણ એ સાચો પ્રેમ હોય તો, પ્રેમ આવો હોવો જોઇએ. પ્રેમનો અભાવ જ ધ્યેય છે. ઓશોએ ખુબ સરસ વાત કરી કે જગતમાં અંધકાર છે જ નહીં, અંધારૂ છેજ નહીં એ તો પ્રકારનો અભાવ છે એટલે અંધારૂ છે બાકી દુનિયામાં અંધારૂ છે જ નહિ !
રામચરિત માનસના આદિ, મધ્ય અને અંતમાં કેવલ પ્રેમ, પ્રેમ ને પ્રેમ છે. સમજાતું નથી લોકો કેમ પ્રેમ કરતા નથી એને બદલે દ્વેષ, નિંદા, ઇર્ષા કરે છે. બાપ, સૌને પ્રેમ કરો એજ સાચી સાર્થકતા છે.(મનોજ જોશી)
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
