<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

યુનિયન બેંક - બેંક ઓફ ઇન્‍ડિયાના મર્જરની તૈયારી

જો બધુ ઠીકઠાક રહયું તો મર્જર બાદ SBI પછીની સૌથી મોટી બેંક બની જશે

નવી દિલ્‍હી, તા.૭: દેશના બેંકિંગ સેક્‍ટરમાં એકવાર ફરી મોટી હલચલ મચી ગઈ છે. વહેલી તકે સરકાર ૨ મોટી બેંકોના મર્જરની તૈયારી કરી દીધી છે. આ બંને બેંક મુંબઈ હેડક્‍વાર્ટર ધરાવે છે અને જો મર્જર થઈ ગયું તો સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયા એટલે કે SBI દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક બની જશે. વિચારો, તેનાથી કેટલો મોટો ફેરફાર આવશે, બંને મળીને લગભગ ૨૫.૫ કરોડ ગ્રાહકોવાળ એક વિશાળ બેંક બની જશે, જે એસબીઆઈના ૨૬ કરોડથી બસ થોડી પાછળ રહેશે. તેનાથી બેંકિંગ સિસ્‍ટમનો ચહેરો બદલાશે, બેંક બ્રાન્‍ચનું સ્‍ટ્રક્‍ચર બદલાશે અને કરોડો ગ્રાહકોની દૈનિક બેંકિંગ પણ પ્રભાવિત થશે. સાથે જ, શેરબજાર પર પણ તેની સીધી અસર થશે.

સરકાર ૨ મોટી સરકારી બેંકોના મર્જરની તૈયારી કરી રહી છે. બેંકોને વધારે મજબૂત બનાવવા અને તેમના કાર્યક્ષમતા વધારવા માટે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. જાણકારી અનુસાર, સરકાર, યૂનિયન બેંક ઓફ ઈન્‍ડિયા અને બેંક ઓફ ઈન્‍ડિયાના મર્જરની તૈયારી કરી રહી છે. આ મામલા સાથે સંબંધિત લોકોએ જણાવ્‍યું કે, સરકાર આ પ્રસ્‍તાવ પર કામ કરી રહી છે. જો મર્જર થાય છે, તો સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયા પછી આ દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક બની જશે.

અગાઉ, ઘણા મીડિયા અહેવાલોમાં ખુલાસો થયો હતો કે, નાણા મંત્રાલય ચેન્નઈ સ્‍થિત બે જાહેર ક્ષેત્રની બેંકો - ઇન્‍ડિયન ઓવરસીઝ બેંક અને ઇન્‍ડિયન બેંકના મર્જર માટેના વિકલ્‍પો પર વિચાર કરી રહ્યું છે. વધુમાં, પંજાબ એન્‍ડ સિંધ બેંક અને બેંક ઓફ મહારાષ્‍ટ્ર માટે યોજનાઓ ચાલી રહી છે. આ બેંકો પાસે અન્‍ય મોટી જાહેર ક્ષેત્રની બેંકો કરતા ઓછી સંપત્તિ છે, તેથી સરકાર ભવિષ્‍યમાં તેમનું ખાનગીકરણ કરવા માટે વિચાર કરી શકે છે.

૨૦૧૭થી ૨૦૨૦ વચ્‍ચે સરકારે ૧૦ સરકારી બેંકોનું મર્જર કરીને તેમને ૪ મોટી બેંકોમાં સામેલ કરી હતી. ત્‍યારબાદ ૨૦૧૭માં સરકારી બેંકોની સંખ્‍યા ૨૭થી ઘટીને ૧૨ રહી ગઈ.

યૂનિયન બેંક ઓફ ઈન્‍ડિયા અને બેંક ઓફ ઈન્‍ડિયાના મર્જરની યોજના લાગુ થાય છે, તો બંને બંક મળીને બનનારી નવી બેંક લગભગ ૨૫.૬૭ લાખ કરોડ રૂપિયાની સંપત્તિની સાથે દેશની બીી સૌથી મોટી સરકારી બેંક બની જશે.

આ પ્રકારે આ બેંક ૧૮.૬૨ લાખ કરોડ રૂપિયાની સંપત્તિવાળી બેંક ઓફ બરોડાને પણ પાછળ છોડી દેશે. હાલ દેશની સૌથી મોટી સરકારી બેંક સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયા છે.

તેનાથી બેંકિંગ સેક્‍ટરમાં કોમ્‍પિટિશન વધશ અને ગ્રાહકોને સારી સર્વિસ મળી શકશે. પહેલા પણ ૨૦૧૯-૨૦૨૦માં મોટા મર્જર થયા હતા, જેમ કે આંધ્રા બેંક અને કોર્પોરેશન બેંક યૂનિય બેંકમાં મળી ગઈ હતી, જેનાથી બેંક મજબૂત થઈ. હવે આ નવું પગલું તે જ દિશામાં છે.

જો કે, આ માત્ર ચર્ચાનું સ્‍તર છે અને કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. પરંતુ જો આમ થયું તો બેંકિંગની દુનિયામાં નવો ઈતિહાસ રચાશે. નાની બેંકોમાં મોટી બેંકો મળવાથી ઓવરલેપિંગ ઓછું થશે, ખર્ચા બચશે અને પ્રોફિટ વધશે.

(3:52 PM IST)