News of Wednesday, 7th January 2026
ચાંદીમાં એકધારી તેજીઃ ૩૦૦૦ રૂા. વધ્યા
ચાંદી એક કિલોના ભાવ વધીને ૨, ૫૫, ૦૦૦ રૂા. થયાઃ સોનુ સ્થિર

રાજકોટ તા.૭: ચાંદીમાં ગત સપ્તાહથી શરૂ થયેલ તેજીનો દોર નવા સપ્તાહના ત્રીજા દિવસે પણ યથાવત રહયો છે. આજે વધુ ૩૦૦૦ રૂા.નો ઉછાળો થતા ચાંદીના ભાવ ૨,૫૫,૦૦૦ રૂા. થયા છે. જયારે સોનાના ભાવ સ્થિર રહયા છે.
બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં ચાંદીમાં વધુ ૩,૦૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. ગઇકાલે રાત્રે ચાંદી ૧ કીલોના ભાવ ૨,૫૨,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ૨,૫૫,૦૦૦ રૂા. થયા છે. છેલ્લા ત્રણ દિવસમાં ચાંદીમાં ૧૪,૦૦૦ રૂા. નો ઉછાળો થયો છે. જો કે સોનાના ભાવમાં આજે ખાસ કોઇ વધઘટ ન હતી. સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૪૧,૦૦૦ રૂા.ની સપાટીએ સ્થિર રહયા હતા.
અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે યુધ્ધની સ્થિતી તેમજ એમરીકા દ્વારા વધુ ટેરીફ લાદવાની ચીમકી તથા વિશ્વ લેવલે ઓદ્યોગીક ક્ષેત્રમાં ચાંદીની વધતી-જતી માંગને પગલે ચાંદીના ભાવમાં સતત ઉછાળો થઇ રહયાનો ઝવેરી બજારના સુત્રએ જણાવ્યુ હતું.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
