તા. ૨૦ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૩ શુક્રવાર
News of Wednesday, 7th January 2026
ખેડૂતો સાવધાન! પીએમ કિસાનનો ૨૨મો હપ્તો મેળવવા માટે 'ખેડૂત ID' બનાવવું હવે ફરજિયાત; ૨૦૦૦ રૂપિયા ફસાઈ ન જાય તે માટે કરી લો આ કામ
નવા વર્ષમાં ખેડૂતોના ખાતામાં જમા થશે સન્માન નિધિના નાણાં, પણ સરકારના નવા નિયમથી મુશ્કેલી વધી શકે; કિસાન ID વગર આગામી હપ્તાની રકમ અટકી જવાની પૂરેપૂરી શક્યતા

નવી દિલ્હી:પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM-Kisan) ના લાભાર્થીઓ માટે નવા વર્ષની શરૂઆતમાં જ એક મોટા સમાચાર સામે આવ્યા છે. સરકારે ૨૨મો હપ્તો રિલીઝ કરતા પહેલા નિયમોમાં મહત્વનો ફેરફાર કર્યો છે. હવે આ યોજનાનો લાભ ચાલુ રાખવા માટે દરેક ખેડૂત પાસે 'ખેડૂત ID' (Farmer ID) હોવું અનિવાર્ય છે. જો તમારી પાસે આ યુનિક ID નહીં હોય, તો તમારા બેંક ખાતામાં આવતા ૨૦૦૦ રૂપિયા બ્લોક થઈ શકે છે.
કેન્દ્ર સરકાર દ્વારા ખેતી અને ખેડૂતોના ડેટાને વધુ પારદર્શક બનાવવા માટે આ અનન્ય ખેડૂત ID ફરજિયાત બનાવવામાં આવ્યું છે. અત્યાર સુધી માત્ર e-KYC અને લેન્ડ વેરિફિકેશન પર ભાર મૂકવામાં આવતો હતો, પરંતુ હવે સરકારે સ્પષ્ટ કર્યું છે કે જે ખેડૂતો પાસે આ નવું ID નથી તેમને આગામી હપ્તાની રકમ મેળવવામાં ભારે વિલંબ થઈ શકે છે અથવા તેમનો હપ્તો કાયમી ધોરણે અટકી પણ શકે છે.
ખેડૂત મિત્રોએ આ મુશ્કેલીથી બચવા માટે વહેલી તકે સત્તાવાર પોર્ટલ પર જઈને અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) ની મુલાકાત લઈને પોતાનું રજીસ્ટ્રેશન તપાસી લેવું જોઈએ અને જરૂરી ખેડૂત ID મેળવી લેવું જોઈએ. ૨૨મો હપ્તો ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં આવવાની શક્યતા છે, તેથી સમય રહેતા આ પ્રક્રિયા પૂર્ણ કરવી હિતાવહ છે જેથી કરીને ૨૦૦૦ રૂપિયાની સહાય તમારા ખાતામાં કોઈપણ અવરોધ વગર જમા થઈ શકે.
(8:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
