News of Wednesday, 7th January 2026
UPI વાપરનારાઓ માટે 'ખતરાની ઘંટડી': Google Pay, PhonePe અને Paytm પર લાગુ થયો નવો કડક નિયમ, એક નાની ભૂલ તમારું એકાઉન્ટ કરી દેશે કાયમી બ્લોક
ડિજિટલ ફ્રોડ રોકવા NPCI નો મોટો નિર્ણય: જો તમારો મોબાઈલ નંબર બંધ હશે કે KYC અધૂરું હશે તો વ્યવહાર અટકી જશે; જાણો કેવી રીતે બચાવશો તમારું UPI ID

રાજકોટ : આજના સમયમાં ખિસ્સામાં રોકડ હોય કે ન હોય, પણ મોબાઇલમાં UPI હોવું અનિવાર્ય બની ગયું છે. પરંતુ જો તમે Google Pay, PhonePe અથવા Paytm નો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે ચેતવણી સમાન છે. ભારત સરકારે UPI વ્યવહારોને વધુ સુરક્ષિત બનાવવા અને સાયબર ફ્રોડ પર લગામ કસવા માટે એક નવો અને અત્યંત કડક નિયમ અમલમાં મૂક્યો છે. આ નિયમ હેઠળ, જો તમારી માહિતી અધૂરી હશે અથવા તમે લાંબા સમયથી નિષ્ક્રિય હશો, તો તમારું એકાઉન્ટ કોઈપણ પૂર્વ સૂચના વગર બ્લોક થઈ શકે છે.
નવા નિયમ મુજબ, જો તમારો લિંક થયેલો મોબાઈલ નંબર લાંબા સમયથી બંધ છે અથવા તમે સિમ કાર્ડ બદલી નાખ્યું છે છતાં જૂના નંબર પર જ UPI ચાલુ રાખ્યું છે, તો સિસ્ટમ તેને 'સંવેદનશીલ' ગણીને તાત્કાલિક અસરથી ફ્રીઝ કરી દેશે. વાસ્તવમાં, જ્યારે કોઈ નંબર બંધ થાય છે ત્યારે ટેલિકોમ કંપનીઓ તે નંબર બીજા ગ્રાહકને ફાળવે છે, જેના કારણે જૂના યુઝરના બેંક એકાઉન્ટ પર જોખમ વધી જાય છે. આ જોખમને ટાળવા માટે હવે બેંકો અને UPI પ્લેટફોર્મ્સ ઓળખ ચકાસણી (Identity Verification) પર વધુ ભાર મૂકી રહ્યા છે.
જો તમે ઇચ્છતા હોવ કે તમારું UPI એકાઉન્ટ ચાલુ રહે, તો તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. સૌથી પહેલા તો તમારો બેંકમાં નોંધાયેલો મોબાઈલ નંબર એક્ટિવ હોવો જોઈએ અને તેનું KYC સ્ટેટસ અપડેટ હોવું જોઈએ. જો તમે મહિનાઓ સુધી કોઈ ટ્રાન્ઝેક્શન નથી કરતા, તો પણ તમારું ID નિષ્ક્રિય થઈ શકે છે. જો તમને પેમેન્ટ કરતી વખતે વારંવાર "Transaction under review" અથવા "Process failed" જેવા મેસેજ આવે, તો સમજી લેવું કે તમારું એકાઉન્ટ જોખમમાં છે. આવી સ્થિતિમાં તાત્કાલિક તમારી બેંકનો સંપર્ક કરવો હિતાવહ છે.
(9:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
