News of Wednesday, 7th January 2026
દેશની આર્થિક વ્યવસ્થા અડગ : વૈશ્વિક મંદીના વાદળો વચ્ચે નાણાકીય વર્ષ 2026 માં 7.4% ના અણનમ વિકાસ દરનો વિસ્ફોટક અંદાજ
વિશ્વના મોટા અર્થતંત્રો જ્યારે હાંફી રહ્યા છે, ત્યારે ભારતે 7.4% ના વિકાસ દર સાથે પોતાની આગવી મજબૂતી સાબિત કરી છે : ઉત્પાદન, બાંધકામ અને મજબૂત સ્થાનિક માંગના આધારે ભારતીય અર્થતંત્ર 'રોકેટ ગતિ' એ આગળ વધવા માટે સજ્જ : જેની સીધી અસર આગામી બજેટ અને શેરબજાર પર જોવા મળી રહી છે.

નવી દિલ્હી : સ્થાનિક મોરચે મજબૂત પક્કડ અને વૈશ્વિક પડકારોને માત ભારતીય અર્થતંત્ર અત્યારે એક એવી મજબૂત સ્થિતિમાં છે જ્યાં તેને વૈશ્વિક નિકાસમાં અવરોધ કે આંતરરાષ્ટ્રીય તણાવ ડગાવી શક્યા નથી. 7 જાન્યુઆરીએ જાહેર થયેલા તાજા સરકારી આંકડાઓ મુજબ, ભારતનો વિકાસ દર પાછલા વર્ષના 6.5% થી ઉછળીને નાણાકીય વર્ષ 2026 માં 7.4% થવાની ધારણા છે. આ આંકડો માત્ર સંખ્યા નથી, પરંતુ ભારતની નીતિગત સફળતાનું પ્રતિબિંબ છે. આવકવેરામાં રાહત અને GST માળખામાં કરાયેલા ફેરફારોને કારણે સામાન્ય લોકોની ખરીદશક્તિ વધી છે, જેના પરિણામે સ્થાનિક માંગમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે દુનિયાના અન્ય દેશો મોંઘવારી અને મંદી સામે ઝઝૂમી રહ્યા છે, ત્યારે ભારતની આ આર્થિક રિકવરી રોકાણકારો માટે સુરક્ષિત ટાપુ સમાન બની છે.
ઉત્પાદન અને સેવા ક્ષેત્રના દમ પર શેરબજારમાં 'બુલ રન' આ અહેવાલની સૌથી મોટી અસર દલાલ સ્ટ્રીટ પર જોવા મળી છે, જ્યાં સેન્સેક્સ અને નિફ્ટીએ તમામ જૂના રેકોર્ડ તોડીને નવી ઊંચાઈ સર કરી છે. MoSPI ના ડેટા મુજબ, ઉત્પાદન (Manufacturing) અને બાંધકામ (Construction) ક્ષેત્રે 7% થી વધુનો વૃદ્ધિ દર નોંધાવાની શક્યતા છે. ખાસ કરીને સેવા ક્ષેત્રમાં જોવા મળેલી તેજીએ વાસ્તવિક GVA ને 7.3% સુધી પહોંચાડવામાં મદદ કરી છે. શેરબજારમાં આ ગતિને કારણે ટોચના 10 શેરોએ રોકેટ ગતિ પકડી છે, જેનાથી રોકાણકારોની સંપત્તિમાં લાખો કરોડોનો વધારો થયો છે. આ તેજી એ વાતનો પુરાવો છે કે ભારતીય કોર્પોરેટ જગત અને રોકાણકારોને દેશની આર્થિક ક્ષમતા પર અતૂટ વિશ્વાસ છે.
રોકાણનો નવો પ્રવાહ અને આગામી કેન્દ્રીય બજેટની દિશા આર્થિક તેજી પાછળનું મુખ્ય એન્જિન 'રોકાણ' રહ્યું છે. નાણાકીય વર્ષ 2026 માં ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ફોર્મેશન (GFCF) માં 7.8% નો વધારો થવાનો અંદાજ છે, જે દર્શાવે છે કે ઉદ્યોગો અત્યારે મશીનરી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લાંબા ગાળાના પ્રોજેક્ટ્સ પાછળ દિલ ખોલીને ખર્ચ કરી રહ્યા છે. આ ડેટાનો ઉપયોગ હવે 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા કેન્દ્રીય બજેટમાં કરવામાં આવશે, જેમાં સરકાર વધુ પ્રોત્સાહક યોજનાઓ લાવી શકે છે. જોકે, કૃષિ ક્ષેત્રમાં મધ્યમ વિકાસ દર એક ચિંતાનો વિષય છે, પરંતુ એકંદરે નોમિનલ GDP ના 8% ના અંદાજે ભારતને વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર જાળવી રાખવામાં મોટી ભૂમિકા ભજવી છે.
(11:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
