<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

વેનેઝુએલામાં અમેરિકન ઓપરેશન બાદ કટોકટી: રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ બાદ દેશમાં ઈમરજન્સી જાહેર

અમેરિકાના આ હુમલામાં મદદ કરનાર દરેક વ્યક્તિની દેશવ્યાપી શોધખોળ કરવા લશ્કર અને સુરક્ષા દળોને આદેશ

લેટિન અમેરિકન દેશ વેનેઝુએલામાં મોટી ઉથલપાથલ થઈ છે. રોઈટર્સના અહેવાલ મુજબ, અમેરિકા દ્વારા હાથ ધરાયેલા ઓપરેશનમાં વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પકડી લેવામાં આવ્યા છે. આ ઘટના બાદ વેનેઝુએલા સરકારે દેશમાં કટોકટી (સ્ટેટ ઓફ ઈમરજન્સી) જાહેર કરી છે.

આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલો મુજબ, અમેરિકાએ વેનેઝુએલામાં એક મોટું ઓપરેશન પાર પાડીને ત્યાંના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની સફળતાપૂર્વક ધરપકડ કરી લીધી છે. આ ઘટનાને વેનેઝુએલાની સરકારે અમેરિકા દ્વારા કરાયેલો 'સશસ્ત્ર હુમલો' ગણાવ્યો છે.

​ઘટનાના પગલે વેનેઝુએલા સરકારે તાત્કાલિક અસરથી દેશમાં 'સ્ટેટ ઓફ ઈમરજન્સી' લાગુ કરી દીધી છે. વેનેઝુએલાની સેના અને સુરક્ષા દળોને આદેશ આપવામાં આવ્યો છે કે, અમેરિકાના આ હુમલામાં મદદ કરનાર અથવા પ્રમોશન આપનાર દરેક વ્યક્તિની દેશવ્યાપી શોધખોળ કરવામાં આવે અને તેમની ધરપકડ કરવામાં આવે. હાલમાં વેનેઝુએલામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે અને સુરક્ષા દળોએ ઠેર-ઠેર નાકાબંધી કરીને ચેકિંગ હાથ ધર્યું છે.

(9:48 AM IST)