News of Thursday, 8th January 2026
બજેટ ૨૦૨૬: કેન્દ્રીય બજેટ ૧લી ફેબ્રુઆરી રવિવારે રોજ રજૂ થશે; સંસદનું બજેટ સત્ર ૨૮મીથી શરૂ થવાની શક્યતા

સંસદના આગામી બજેટ સત્ર અને કેન્દ્રીય બજેટની તારીખો અંગે અગત્યના સમાચાર સામે આવ્યા છે. વર્ષ ૨૦૨૬નું કેન્દ્રીય બજેટ ૧લી ફેબ્રુઆરીને રવિવારના રોજ રજૂ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.
નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટેના કેન્દ્રીય બજેટની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સંસદીય બાબતોના જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ, આગામી ૧લી ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ દેશના નાણામંત્રી સંસદમાં બજેટ રજૂ કરશે. જોકે, આ દિવસે રવિવાર હોવા છતાં, બજેટ રજૂ કરવાની પરંપરા જળવાઈ રહેશે તેવું મનાય છે.
સંસદના બજેટ સત્રના કાર્યક્રમ અંગે મળતી માહિતી મુજબ, સત્રનો પ્રથમ તબક્કો ૨૮મી જાન્યુઆરી, ૨૦૨૬થી શરૂ થઈને ૧૩મી ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધી ચાલવાની શક્યતા છે.
જ્યારે સત્રનો બીજો તબક્કો ૯મી માર્ચ, ૨૦૨૬થી શરૂ થઈને ૨જી એપ્રિલ, ૨૦૨૬ સુધી ચાલે તેવું અનુમાન છે. આ સત્ર દરમિયાન સરકાર અનેક મહત્ત્વના આર્થિક સુધારાઓ અને લોકકલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી શકે છે.
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
