News of Thursday, 8th January 2026
અમેરિકાની વિઝા નીતિ વધુ કડક: પાડોશી દેશો બાંગ્લાદેશ, ભૂતાન અને નેપાળના મુસાફરોએ વિઝા માટે ‘બોન્ડ’ ભરવું પડશે
અમેરિકાના વિઝા મેળવવા ઈચ્છુક આ દેશોના નાગરિકોએ ૫ હજાર ડોલર, ૧૦ હજાર ડોલર અથવા ૧૫,૦૦૦ ડોલર સુધીની રકમ બોન્ડ તરીકે જમા કરાવવી પડી શકે છે: અમેરિકન પ્રશાસનનું માનવું છે કે આ પગલાથી વિઝાની શરતોનું ઉલ્લંઘન કરીને રોકાઈ જતા (ઓવરસ્ટે) લોકોની સંખ્યામાં ઘટાડો થશે

અમેરિકાએ વિઝા નિયમોમાં મોટો ફેરફાર કરતા ભારતની પડોશમાં આવેલા બાંગ્લાદેશ, ભૂતાન અને નેપાળ જેવા દેશોનો સમાવેશ ‘વિઝા બોન્ડ’ની યાદીમાં કર્યો છે. હવે આ દેશોના પ્રવાસીઓએ વિઝા મેળવવા માટે હજારો ડોલરનું બોન્ડ આપવું પડશે.
અમેરિકા દ્વારા ઈમિગ્રેશન અને વિઝા નીતિઓને વધુ કડક બનાવવામાં આવી છે. નવા નિયમો અનુસાર, અમેરિકાએ ભારતને અડીને આવેલા દેશો બાંગ્લાદેશ, ભૂતાન અને નેપાળના નાગરિકો માટે વિઝિટર વિઝા (બી-૧/બી-૨) મેળવવા માટે શરતી બોન્ડની જોગવાઈ લાગુ કરી છે. આ નિર્ણયથી આ દેશોમાંથી અમેરિકા જતા પ્રવાસીઓની મુશ્કેલીમાં વધારો થશે.
આ બોન્ડની રકમ સામાન્ય નથી. અમેરિકાના વિઝા મેળવવા ઈચ્છુક આ દેશોના નાગરિકોએ ૫,૦૦૦ ડોલર, ૧૦,૦૦૦ ડોલર અથવા ૧૫,૦૦૦ ડોલર સુધીની રકમ બોન્ડ તરીકે જમા કરાવવી પડી શકે છે. અમેરિકન પ્રશાસનનું માનવું છે કે આ પગલાથી વિઝાની શરતોનું ઉલ્લંઘન કરીને રોકાઈ જતા (ઓવરસ્ટે) લોકોની સંખ્યામાં ઘટાડો થશે. જોકે, આ નિર્ણયની આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકા પણ થઈ રહી છે.
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
