<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

ડોનાલ્ડ ટ્રમ્પનો બળાપો: ‘નાટો’એ મને નોબેલ શાંતિ પુરસ્કાર અપાવ્યો નહીં: કહ્યું કે, “નાટોએ મને નોબેલ શાંતિ પુરસ્કાર અપાવવા માટે ભલામણ કેમ ન કરી?”

મારા કાર્યકાળ દરમિયાન નાટોને મજબૂત કરવા અને વૈશ્વિક શાંતિ માટે જે પ્રયાસો કર્યા હતા, તેની યોગ્ય કદર કરવામાં આવી નથી

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવા બદલ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ‘નાટો’ ગઠબંધન પર આરોપ લગાવતા કહ્યું કે તેઓને આ સન્માન મળવું જોઈતું હતું.

 

પોતાના નિવેદનો માટે હંમેશા ચર્ચામાં રહેતા ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર નોબેલ પ્રાઈઝનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે જાહેરમાં ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (નાટો)ની ટીકા કરતા કહ્યું હતું કે, તેમના કાર્યકાળ દરમિયાન તેમણે નાટોને મજબૂત કરવા અને વૈશ્વિક શાંતિ માટે જે પ્રયાસો કર્યા હતા, તેની યોગ્ય કદર કરવામાં આવી નથી.

 

ટ્રમ્પે આશ્ચર્યજનક દાવો કરતા કહ્યું હતું કે, “નાટોએ મને નોબેલ શાંતિ પુરસ્કાર અપાવવા માટે ભલામણ કેમ ન કરી?” તેમણે એવો દાવો કર્યો કે તેમના પ્રયાસોને કારણે નાટો પાસે ભંડોળ આવ્યું અને તે સંગઠન ટકી રહ્યું, છતાં તેમને શ્રેય આપવામાં આવ્યો નથી. રાજકીય વિશ્લેષકો આ નિવેદનને ટ્રમ્પની આગવી શૈલી અને આત્મશ્લાઘા તરીકે જોઈ રહ્યા છે.

 

(9:57 AM IST)