News of Thursday, 8th January 2026
અમેરિકાનો ખળભળાટ સર્જતો નિર્ણય: ભારત અને ફ્રાન્સના નેતૃત્વ હેઠળના 'આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન' સહિત ૬૬ સંગઠનોમાંથી ખસી ગયું: નાણાકીય સહાય નહીં આપે
આ ૬૬ સંગઠનોમાં ૩૫ બિન-સંયુક્ત રાષ્ટ્ર સંગઠનો અને ૩૧ સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાઓ સામેલ છે

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક રાજદ્વારી મોરચે એક અત્યંત મોટું અને આશ્ચર્યજનક પગલું ભર્યું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક સત્તાવાર પ્રેસિડેન્શિયલ મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં અમેરિકાને વિવિધ ૬૬ આંતરરાષ્ટ્રીય સંગઠનો, સંધિઓ અને મંચોમાંથી તાત્કાલિક અસરથી ખસી જવાનો આદેશ આપવામાં આવ્યો છે.
વ્હાઈટ હાઉસે આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, આ સંગઠનો હવે અમેરિકાના હિતોની સેવા કરતા નથી. સૌથી મહત્વની વાત એ છે કે, આ યાદીમાં ભારત અને ફ્રાન્સના નેતૃત્વ હેઠળના 'આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન'નો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, કુલ ૬૬ સંગઠનોમાં ૩૫ બિન-સંયુક્ત રાષ્ટ્ર સંગઠનો અને ૩૧ સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાઓ સામેલ છે.
(10:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
