<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદતા દેશો પર પ્રતિબંધ મુકવા અમેરિકાનું બિલ: ભારત અને ચીનને અસર થશે?

આ બિલ રાષ્ટ્રપતિ ટ્રમ્પને એવા દેશોને સજા કરવાની સત્તા આપશે જેઓ રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદી રહ્યા છે: આ દેશોમાં ચીન, ભારત અને બ્રાઝિલનો સમાવેશ

ન્યૂયોર્ક: અમેરિકાના સેનેટર લિંડસે ગ્રાહમે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની મુલાકાત બાદ રશિયા પરના પ્રતિબંધો અંગે મોટી જાહેરાત કરી છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે બાયપાર્ટીશન રશિયા પ્રતિબંધ બિલને મંજૂરી આપી દીધી છે, જેના પર તેઓ સેનેટર બ્લૂમેન્થલ અને અન્ય લોકો સાથે મહિનાઓથી કામ કરી રહ્યા હતા. 

ગ્રાહમે કહ્યું કે, "આ બિલ રાષ્ટ્રપતિ ટ્રમ્પને એવા દેશોને સજા કરવાની સત્તા આપશે જેઓ રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદી રહ્યા છે. આ દેશોમાં ચીન, ભારત અને બ્રાઝિલનો સમાવેશ થાય છે." 

ગ્રાહમનું માનવું છે કે, સસ્તા તેલની ખરીદી પુતિનની યુદ્ધ મશીનરીને ભંડોળ પૂરું પાડે છે. તેમણે એમ પણ કહ્યું કે, હવે યોગ્ય સમય છે કારણ કે યુક્રેન શાંતિ માટે રિયાતયો આપી રહ્યું છે છતાં પુતિન નિર્દોષોને મારી રહ્યા છે. આગામી સપ્તાહે આ બિલ પર વોટિંગ થવાની શક્યતા છે.

(10:14 AM IST)