News of Thursday, 8th January 2026
જુઓ મહત્વના સમાચાર

ભારતનો વિકાસ દર ૭.૪% રહેવાનો અંદાજ
* નાણાકીય વર્ષ ૨૦૨૬ માં ભારતનો જીડીપી વૃદ્ધિ દર ૭.૪% રહેવાનો પ્રથમ આગોતરા અંદાજ મુકવામાં આવ્યો છે, જે દેશની મજબૂત આર્થિક સ્થિતિ દર્શાવે છે.
ભારત-બાંગ્લાદેશ સરહદ પર ફેન્સીંગનું કામ પૂરજોશમાં
* ભારત-બાંગ્લાદેશ વચ્ચેની ૪,૦૯૬ કિમી લાંબી સરહદમાંથી ભારતે ૩,૨૪૦ કિમી વિસ્તારમાં ફેન્સીંગ (વાડ) કરવાનું કામ પૂર્ણ કરી લીધું છે.
વડાપ્રધાન મોદી ૧૨ જાન્યુઆરીએ મેટ્રોના નવા રૂટનું ઉદ્ઘાટન કરશે
* વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૧૨ જાન્યુઆરીના રોજ અમદાવાદ-ગાંધીનગર મેટ્રો એક્સટેન્શનને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવશે.
ખેડૂતો માટે ખુશખબર: ૧૮૪ નવી બિયારણની જાતો લોન્ચ
* ભારતે દુષ્કાળ, પૂર અને જીવાતો સામે રક્ષણ આપતી ૨૫ પાકોની ૧૮૪ નવી જાતો વિકસાવી છે. જેમાં અનાજ, કઠોળ, તેલીબિયાં, કપાસ અને શેરડી જેવી કૃષિ પેદાશોનો સમાવેશ થાય છે.
રખડતા ઢોર અને શ્વાન મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
* સુપ્રીમ કોર્ટે જાહેર સ્થળોએ રખડતા શ્વાન અને અન્ય પ્રાણીઓના ત્રાસ અંગેના સુઓ મોટુ કેસમાં ૭ જાન્યુઆરીએ વિગતવાર દલીલો સાંભળી હતી.
ઈન્દોર જળ પ્રદૂષણ: મધ્યપ્રદેશ હાઈકોર્ટ લાલઘૂમ
* ઈન્દોરમાં પાણીના પ્રદૂષણ મામલે મધ્યપ્રદેશ હાઈકોર્ટે ચીફ સેક્રેટરીને વિડિયો કોન્ફરન્સ દ્વારા હાજર રહીને લેવાયેલા પગલાં અંગે ખુલાસો કરવા આદેશ આપ્યો છે.
ટાટા પાવર આંધ્રપ્રદેશમાં મોટો પ્લાન્ટ સ્થાપશે
* ટાટા પાવર આંધ્રપ્રદેશના નેલ્લોરમાં રૂ. ૬,૬૭૫ કરોડના રોકાણ સાથે ભારતનો સૌથી મોટો ૧૦ ગીગા વોટનો સોલાર ઈંગોટ અને વેફર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપશે.
ઓનલાઇન પ્લેટફોર્મ્સ દ્વારા દેશમાં ૪૮ લાખ નોકરીઓનું સર્જન
* બ્લિન્કિટ, ઝેપ્ટો, સ્વિગી, ઝોમેટો, ઓલા અને ઉબેર જેવી મુખ્ય પ્લેટફોર્મ કંપનીઓએ સમગ્ર ભારતમાં અંદાજે ૪૮ લાખથી વધુ રોજગારીની તકો ઊભી કરી છે.
અમેરિકાએ રશિયન ઓઈલ ટેન્કર જપ્ત કર્યું
* અમેરિકન કોસ્ટ ગાર્ડ કેરેબિયન સીમાં રશિયાના 'શેડો ફ્લીટ' સાથે સંકળાયેલું ઓઈલ ટેન્કર 'એમ સોફિયા' જપ્ત કર્યું છે, જે ગેરકાયદેસર રીતે કેમરૂનના ધ્વજ હેઠળ વેનેઝુએલાથી ઓઈલ લઈ જઈ રહ્યું હતું.
૨૮ જાન્યુઆરીથી સંસદનું બજેટ સત્ર શરૂ થશે
* સંસદનું બજેટ સત્ર ૨૮ જાન્યુઆરીથી શરૂ થશે. ૨૯ જાન્યુઆરીએ આર્થિક સર્વેક્ષણ રજૂ થશે અને ૧ ફેબ્રુઆરી, રવિવારના રોજ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ નું કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે.
ગુજરાતના રસ્તાઓ માટે કેન્દ્રની મોટી ભેટ
* કેન્દ્ર સરકાર દ્વારા સીઆરઆઈએફ યોજના હેઠળ ગુજરાતના ૪૧ રાજ્ય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સ માટે રૂ. ૧,૦૭૮ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.
‘અમેરિકન વિઝા એ હક નથી, પણ વિશેષાધિકાર છે’
* ભારતીય વિદ્યાર્થીઓને કાયદાકીય ઉલ્લંઘનો સામે ચેતવણી આપતા યુએસ એમ્બેસીએ સ્પષ્ટ કર્યું છે કે અમેરિકન વિઝા મેળવવો એ કોઈ અધિકાર નથી પરંતુ એક વિશેષાધિકાર (પ્રિવિલેજ) છે.
વડાપ્રધાન એપ્રિલમાં લેહની મુલાકાત લે તેવી શક્યતા
* વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એપ્રિલ મહિનામાં લેહના નવા એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન કરવા માટે લદ્દાખની મુલાકાત લે તેવી સંભાવના છે.
(10:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
