<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

ડિફેન્સ કંપનીઓના એક્ઝિક્યુટિવ્સના પગાર પર મર્યાદા: ડિવિડન્ડ અને બાયબેક પર પણ પ્રતિબંધ: નવા પ્લાન્ટ નહીં સ્થપાય ત્યાં સુધી ડિફેન્સ કોન્ટ્રાક્ટરોના અધિકારીઓનો પગાર ૫ મિલિયન ડોલર સુધી સીમિત રહેશે

અમેરિકાની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત અને આધુનિક બનાવવા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ડિફેન્સ કોન્ટ્રાક્ટરો (સંરક્ષણ સાધનો બનાવતી કંપનીઓ) પર આકરા નિયંત્રણો લાદી દીધા

ન્યૂયોર્ક: સંરક્ષણ ઉત્પાદન વધારવા માટે ટ્રમ્પે નવો નિયમ લાગુ કર્યો છે. જ્યાં સુધી નવા પ્લાન્ટ નહીં સ્થપાય ત્યાં સુધી ડિફેન્સ કોન્ટ્રાક્ટરોના અધિકારીઓનો પગાર ૫ મિલિયન ડોલર સુધી સીમિત રહેશે અને શેર બાયબેક પર રોક લગાવવામાં આવશે.

અમેરિકાની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત અને આધુનિક બનાવવા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ડિફેન્સ કોન્ટ્રાક્ટરો (સંરક્ષણ સાધનો બનાવતી કંપનીઓ) પર આકરા નિયંત્રણો લાદી દીધા છે. નવા નિયમ મુજબ, હવેથી અમેરિકન ડિફેન્સ કંપનીઓના ઉચ્ચ અધિકારીઓનો પગાર ૫ મિલિયન ડોલર (અંદાજે ૫૦ લાખ ડોલર) થી વધુ હોઈ શકશે નહીં. રાષ્ટ્રપતિએ ચેતવણી આપી છે કે જ્યાં સુધી આ કંપનીઓ 'નવા અને આધુનિક પ્રોડક્શન પ્લાન્ટ્સ'નું નિર્માણ નહીં કરે ત્યાં સુધી આ મર્યાદા લાગુ રહેશે.

આ ઉપરાંત, ટ્રમ્પે જ્યાં સુધી ઉત્પાદનની સમસ્યાઓ "સુધારવામાં" ન આવે ત્યાં સુધી ડિફેન્સ કંપનીઓ દ્વારા શેરધારકોને ડિવિડન્ડ ચૂકવવા અને શેર બાયબેક કરવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. 

ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે કંપનીઓ પ્લાન્ટ અને મશીનરીમાં રોકાણ કરવાને બદલે ડિવિડન્ડ અને બાયબેકમાં નાણાં વેડફી રહી છે, જે હવે ચલાવી લેવામાં આવશે નહીં. આ આદેશનો હેતુ સૈન્ય સાધનોના ઉત્પાદનની ગતિ વધારવાનો છે.

(10:39 AM IST)