<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

રાજકોટનું ઋણ ઉતારવાના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના સતત પ્રયાસો

મુખ્‍યમંત્રી હતા કે હોય વડાપ્રધાન રાજકોટના હિતને સદા આપ્‍યુ પ્રાધાન્‍ય : સ્‍માર્ટ સિટી, એઇમ્‍સ, ઇન્‍ટરનેશનલ એરપોર્ટ જેવી અનેક ભેટો રાજકોટને આપી : જ્જ રાજકોટ માત્ર એક શહેર નથી આ તો સૌરાષ્ટની ધડકન છે, : હું વડાપ્રધાન છું પરંતુ સૌરાષ્ટ્ર માટે તો તમારો મોદી, સૌરાષ્ટ્રે મને સંઘર્ષ શીખવ્‍યો, અહીં ના લોકો એ મને સંસ્‍કાર આપ્‍યા... : રાજકોટમાં મારવાડી યુનિવર્સીટી ખાતે યોજાશે વાયબ્રન્‍ટ ગુજરાત સૌરાષ્‍ટ્ર રિજિનલ વાયબ્રન્‍ટ સમિટ

(જીતેન્‍દ્ર રૂપારેલિયા....) વાપીઃ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી સોમનાથ મંદિરના સ્‍વાભિમાન પર્વમાં હાજરી આપી રાજકોટમાં વાઇબ્રન્‍ટ ગુજરાત રીજનલ સમિટનું ઉદઘાટન કરશે, ચાર ચરણ માં આ સમિટનું આયોજન કરાયું છે.

જેમાંથી એક ચરણ ગત તા.૯મી ઓક્‍ટોબર ૨૦૨૫ના રોજ મહેસાણા ખાતે યોજાઈ ગયું છે અને રાજકોટમાં આ બીજું ચરણ છે, ત્‍યાર ૯..૧૦ એપ્રિલ સુરત અને ૧૦..૧૧.. જુન વડોદરા ખાતે યોજાશે પરંતુ નરેન્‍દ્ર ભાઈ રાજકોટમાં આ સમિટના ઉદઘાટનમાં ખાસ હાજર રહ્યા છે આ જ એમનો રાજકોટ પ્રત્‍યેનો પ્રેમ બતાવે છે.

નરેન્‍દ્રભાઈએ પોતાની કારકિર્દીની પ્રથમ ચુંટણી રાજકોટથી લડી, જીતીને આજે વૈશ્વીક લીડર બન્‍યા જે માટે તેવો સદા પોતાને રાજકોટના ઋણી માને છે, અને એ ઋણ ઉતારવાનો કોઈ મોકો ચૂકતા નથી પછી ભલે તે ગુજરાતના મુખ્‍યમંત્રી હોય કે હોય દેશના વડાપ્રધાન સતત રાજકોટના હિતને અગ્રિમતા આપતા જોવા મળે છે.

એવું નથી કે નરેન્‍દ્રભાઈ એ ગુજરાતમાં ખાલી રાજકોટને જ ધ્‍યાન માં લીધું હોય તેમણે સમગ્ર ગુજરાત સહિત દેશના અનેક રાજયોમાં આવી જ રીતે પ્રજાજનોના કાર્યો કર્યા છે પછી ભલે બંગાળ હોય કે હોય જમ્‍મુ કાશ્‍મીર પરંતુ રાજકોટ  તેમના દિલમાં એક અનેરું સ્‍થાન ધરાવે છે તેમાં કોઈ જ શંકાને સ્‍થાન નથી.

૨૦૦૨ થી ૨૦૧૪ સુધી નરેન્‍દ્ર ભાઈ ગુજરાતના મુખ્‍યમંત્રી હતા ત્‍યારે અને ૨૦૧૪ થી ૨૦૨૬ અત્‍યાર સુધીમાં રાજકોટ માટે કરેલ કામો કે રાજકોટને આપેલ ભેટને જોઈએ તો યાદી ઘણી લાંબી છે, રાજકોટનો સ્‍માર્ટ સિટીમાં સમાવેશ કરાયો, અમૃત યોજનાનો લાભ મળ્‍યો , ઇન્‍ટરનેશનલ એરપોર્ટની સુવિધા આપી, આવાસ યોજના, રોડ રસ્‍તા, ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર, સ્‍વચ્‍છ પાણી, આરોગ્‍ય જેવા અનેક લાભો આપ્‍યા.

આવો આપણે નરેન્‍દ્ર મોદી એ રાજકોટ માટે કરેલ અગત્‍યના કાર્યોની એક ઝલક જોઈએ...

AIIMS  રાજકોટ સૌરાષ્ટ્ર માટે પ્રથમ એઇમ્‍સ  અદ્યતન આરોગ્‍ય સુવિધાઓ, મેડિકલ કોલેજ અને સંશોધન કેન્‍દ્ર લાખો લોકોને ઉચ્‍ચ ગુણવત્તાની સારવારનો લાભ

રાજકોટ ગ્રીન ફિલ્‍ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ( હિરાસર ) આધુનિક, વિશાળ અને આંતરરાષ્ટ્રીય સ્‍તરનું એરપોર્ટ સૌરાષ્ટ્રની વૈશ્વિક કનેક્‍ટિવિટી મજબૂત વેપાર અને પ્રવાસનને વેગ

સ્‍માર્ટ સિટી પ્રોજેક્‍ટ સ્‍માર્ટ રોડ, સીસીટીવી ,એલઈડી લાઈટ, ડિજિટલ સેવાઓ ટ્રાફિક અને નાગરિક સુવિધાઓમાં ટેકનોલોજીનો ઉપયોગ

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) રાજકોટમાં હજારો ગરીબ અને મધ્‍યમ વર્ગના ઘરો પાક્કું ઘરનું સપનુ સાકાર

AMRUT યોજના (પાણી અને ડ્રેનેજ) પીવાનું શુદ્ધ પાણી અંડર ગ્રાઉન્‍ડ  ડ્રેનેજ અને વરસાદી પાણી વ્‍યવસ્‍થા

MSME અને ઉદ્યોગોને સહાય મુદ્રા લોન સ્‍ટાર્ટઅપ ઈન્‍ડિયા લઘુ ઉદ્યોગોને નાણાકીય અને નીતિગત ટેકો

સ્‍વચ્‍છ ભારત અભિયાન રાજકોટને સ્‍વચ્‍છ શહેર બનાવવા વિશેષ સહાય કચરા વ્‍યવસ્‍થાપન અને સ્‍વચ્‍છતા ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર

આયુષ્‍માન ભારત યોજના ગરીબ અને મધ્‍યમ વર્ગને મફત આરોગ્‍ય વીમા સુરક્ષા રાજકોટની હોસ્‍પિટલોમાં અમલ

રેલવે અને રોડ કનેક્‍ટિવિટી વિકાસ રાજકોટ રેલવે સ્‍ટેશનનો વિકાસ નેશનલ હાઈવે અને શહેર જોડાણ માર્ગો

ડિજિટલ ઈન્‍ડિયા અને ઈ-ગવર્નન્‍સ ઓન લાઈન સેવાઓઃ લાયસન્‍સ, કર, પ્રમાણપત્ર પારદર્શિતા અને ઝડપ.

નરેન્‍દ્રભાઇ મોદીની રાજકોટ માટેની ઇમોશનલ ભાવનાઓની એક ઝલક જોઈએ તો તેઓ અગાઉ ઘણી વખત કહી ચૂક્‍યા છે કે..... ‘‘રાજકોટ માત્ર એક શહેર નથી, આ તો સૌરાષ્ટ્રની ધડકન છે.'', રાજકોટની આગેવાની અને પ્રભાવ દર્શાવતું વાક્‍ય, ‘‘સૌરાષ્ટ્રે મને સંઘર્ષ શીખવ્‍યો, અહીંના લોકોએ મને સંસ્‍કાર આપ્‍યા.'', રાજકોટ સહિત સૌરાષ્ટ્ર સાથેનું આત્‍મીય જોડાણ, ‘‘જ્‍યાં ઉદ્યોગ અને સંસ્‍કૃતિ એકસાથે આગળ વધે, એવું શહેર એટલે રાજકોટ.'', રાજકોટની ઓળખને રાષ્ટ્રીય સ્‍તરે રજૂ કરતું વાક્‍ય, ‘‘હું જ્‍યારે રાજકોટ આવું છું, ત્‍યારે ઘર આવ્‍યા જેવો અનુભવ થાય છે.'', રાજકોટ સાથેનો વ્‍યક્‍તિગત ભાવનાત્‍મક સંબંધઘ,  ‘‘સૌરાષ્ટ્રનો પરસેવો ગુજરાતને આગળ લઈ ગયો છે.'', રાજકોટના ઉદ્યોગકારો અને શ્રમિકોને સમર્પિત ભાવ, ‘‘રાજકોટના વેપારીઓએ વિશ્વમાં ભારતનું નામ ઉજળું કર્યું છે.'', રાજકોટના MSME અને ઉદ્યોગો માટે પ્રશંસા, ‘‘મને વિશ્વાસ છે કે રાજકોટ આવનારા વર્ષોમાં હેલ્‍થ અને ઇન્‍ડસ્‍ટ્રીઝનું મોટું કેન્‍દ્ર બનશે.'', AIIMS અને વિકાસની દિશા દર્શાવતું દ્રષ્ટિ વાક્‍ય, ‘‘સૌરાષ્ટ્રની માટીમાં દેશભક્‍તિ અને પરિશ્રમની સુગંધ છે.'', ભાવનાત્‍મક અને પ્રેરણાત્‍મક સંદેશ., ‘‘ગુજરાતનો વિકાસ ત્‍યારે જ પૂર્ણ થાય, જ્‍યારે સૌરાષ્ટ્ર વિકસે  અને એમાં રાજકોટ તો તેનો આધારસ્‍તંભ છે.'', રાજકોટની કેન્‍દ્રિય ભૂમિકા, ‘‘હું વડાપ્રધાન છું, પરંતુ સૌરાષ્ટ્ર માટે હંમેશા તમારો મોદી જ રહીશ.''

આમ નરેન્‍દ્રભાઈ રાજકોટ અને રાજકોટ ની જનતા ની સેવા માટે સદા તત્‍પર રહે છે, દેશ માં અગાઉ કેટલાય વડાપ્રધાન આવી ને ગયા એમાંથી રાજકોટને ઓળખનાર કેટલા...? ત્‍યારે આ તો આપણા પોતીકા, આપણે ગર્વથી કહી શકીએ કે અમારા નરેન્‍દ્ર ભાઈ દેશના વડાપ્રધાન છે

(10:39 AM IST)