News of Thursday, 8th January 2026
રિટર્ન મોડું ભરનાર, વધુ ITCલેનાર GSTની નજરમાં
વેપારી દ્વારા ભરાતા તમામ રિટર્નમાં નાની સરખી પણ ભૂલ હશે તો હવે સીધી નોટિસ મળશે : જીએસટીની આવક વધારવા માટે હવે અધિકારીઓ ટેકનોલોજી પર વધુ ભાર આપશે

નવી દિલ્હી તા.૮: જીએસટીના આવક વધારવા માટે હવે અધિકારીઓએ ટેકનોલોજીનો સહારો વધુ લઇ રહ્યા છે. તે માટેનુ કારણ એવું છે કે તમામ રીર્ટનની પુરતી ચકાસણી કરી શકાય તેમ નથી. તેના કારણે વેપારી દ્વારા ભરવામાં આવતા રીટર્નમાં ભુલ હોય તો તે રીટર્નની ચકાસણી કરીને વેપારીને સીધી નોટીસ આપવાની કાર્યવાહી કરવામાં આવનાર છે. જોકે તેના કારણે અધિકારીઓને સરળતાથી વેપારીઓએ ભરેલી ખોટી વિગતોની જાણકારી મળી રહેવાની છે.
જીએસટી લાગુ થયા બાદ હવેથી અધિકારીઓ દ્વારા કડક રીતે વેપારીઓના રીટર્ન પર નજર રાખી રહ્યા છે. આ માટે તૈયાર કરવામાં આવેલા સોફટવેરમાં પણ અલગ અલગ પ્રકારના રેડ ફલેગ તૈયાર કરવામાં આવ્યા છે. તેમાં વેપારીઓ દ્વારા ભરવામાં આવતા રીટર્નમાં નાની ભુલ કરી હોય અથવા તો ખોટી વિગતો રજુ કરી હોય તેવા કિસ્સામાં ટેકનોલોજીના માધ્યમથી તેની ચકાસણી કરી લેવામાં આવશે. સાથે સાથે વેપારીએ ભુલ કરી હશે તો તેના જીએસટી નંબર પર રેડ ફલેગ આવી જશે. જેથી અધિકારી તેના રીટર્નની ચકાસણી કરીને વેપારીને નોટીસ આપવાની કાર્યવાહી કરી શકશે. તેમાં પણ ખાસ કરીને વેપારીઓ રીટર્ન મોડું ભરતા હોય, રીફંડ વધુ લેતા હોય તેવી ૧૦ બાબતો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જુલાઇ ૨૦૧૭માં જીએસટીનો અમલ કરવામાં આવ્યા બાદ વેપારીઓની સાથે સાથે અધિકારીઓને પણ તેને સમજતા વાર લાગી હતી. તેના કારણે વેપારીઓને નોટીસ આપવા સહિતની કાર્યવાહી કરવામાં આવતી નહોતી. જયારે હવે જીએસટી લાગુ થયાને આઠ વર્ષ કરતા વધુ સમય વિતી ગયો હોવાથી હવે કડક રીતે કાર્યવાહી કરવામાં આવનાર છે. આ જ કારણોસર વેપારી દ્વારા ભરવામાં આવતા તમામ રીટર્નની ટેકનોલોજીના આધારે ચકાસણી કરવામાં આવી રહી છે.
આ બાબતો પર વેપારીઓને નોટીસ મોકલવામાં આવશે
- GSTR-૧ અને GSTR-3B વચ્ચે તફાવતઃ સેલ્સના ડેટા અને ભરેલા ટેક્સના આંકડાઓમાં મેળ ન બેસવો.
- સપ્લાયરે GSTR-૧ ન ભર્યું હોવા છતાં ITC લેવીઃ સામે પક્ષે રિટર્ન નથી ભર્યું છતાં તમે ટેક્સ ક્રેડિટનો દાવો કર્યો હોય
- ટર્નઓવરની સરખામણીમાં વધુ પડતી ITC: તમારા વેચાણ કરતા ખરીદીની ટેક્સ ક્રેડિટ (ITC) ખૂબ વધારે હોવી.
- વેચાણ અથવા ટેક્સ જવાબદારીમાં અચાનક ઉછાળો કે ઘટાડોઃ બિઝનેસમાં અસાધારણ ફેરફાર જોવા મળવો.
- બ્લોક્ડ ક્રેડિટ (સેક્શન ૧૭(૫) પર ITC નો દાવોઃ જે વસ્તુઓ પર ક્રેડિટ મળવાપાત્ર નથી (જેમ કે પર્સનલ કાર, ફૂડ વગેરે) તેની ક્રેડિટ લેવી.
- એક્ટિવ ઈ-વે બિલ હોવા છતાં Nil રિટર્ન ભરવું: માલની હેરફેર થઈ હોય પણ રિટર્નમાં વેચાણ ન બતાવવું.
- GST રિટર્ન વારંવાર મોડા ભરવા, સમયસર ફાઈલિગ ન કરવાની આદત વિભાગની નજરમાં આવી શકે છે.
- ઈ-વે બિલ અને જાહેર કરેલા ટર્નઓવર વચ્ચે વિસંગતતાઃ જનરેટ થયેલા ઈ-વે બિલ મુજબ રિટર્નમાં વેચાણ ન દર્શાવવું.
- જોખમી અથવા શંકાસ્પદ સપ્લાયર્સ પાસેથી મોટા બિલઃ ફેક ફર્મ અથવા બ્લેકલિસ્ટ થયેલા વેપારીઓ સાથે વ્યવહાર કરવો.
- પુરતા દસ્તાવેજો વગર મોટા રિફંડનો દાવોઃ જરૂરી પુરાવાઓ આપ્યા વગર મોટી રકમનું ટેક્સ રિફંડ માંગવ
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
