News of Thursday, 8th January 2026
સ્ટીલના ભાવમાં એક જ માસમાં તોતિંગ ૧૧૦૦૦-૧૩૦૦૦ સુધીનો વધારો
ભાવ વધારાના કારણે સરકારી કોન્ટ્રાક્ટર અને બિલ્ડરના બજેટ ખોરવાશે

મુંબઇ તા.૮: સ્ટીલના ભાવમાં કાર્ટેલ રચીને કરવામાં આવતા વધારાને કારણે છેલ્લા એક મહિનામાં જ ૧૧થી ૧૩ હજાર રૂપિયા પ્રતિ ટનનો વધારો થયો છે. તેના કારણે સરકારી કોન્ટ્રાક્ટરની સાથે સાથે બિલ્ડરના પણ બજેટ ખોરવાઈ જાય તેવી શકયતા રહેલી છે.
જીએસટી કાઉન્સિલની ખેઠકમાં જીએસટીના દરમાં ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ ત્રણ મહિના સુધી ભાવમાં વધારો કરી શકશે નહીં. તેમ છતાં ભાવ વધારો કરે તો તેઓ સામે કાર્યવાહી કરવામાં આવનાર હતી. જેથી તે સમયગાળો પૂરો થવાની સાથે જ સ્ટીલના ભાવમાં તબક્કાવાર વધારો કરી દેવામાં આવ્યો છે. જોકે તેના માટે નાની મોટી સ્ટીલ કંપનીઓએ કાર્ટેલ રચીને ભાવ વધારો કર્યો હોવાનો ચોંકાવનારી હકીકતો પણ બહાર આવી છે. આ ભાવ વધારો કરવામાં આવ્યો હોવાના કારણે બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામને તેની સીપી અસર થવાની છે. કારણ કે અત્યાર સુધી ૫૦ હજાર રૂપિયા પ્રતિ ટનના ભાવે વેચાણ થતું સ્ટીલ રૂા.૨થી ૨૩ હજારના ભાવે વેચાણ થઈ રહ્યું છે. તેના કારણે નવી બંધાતી બિલ્ડિંગમાં બિલ્ડરોને તેની સીધી અસર પહોંચશે. આ અસર તબક્કાવાર ગ્રાહકો પર જ આવશે તેવું જાણકારો કહી રહ્યા છે. આ ઉપરાંત સરકારી કોન્ટ્રાક્ટ લેનાર એજન્સીઓને પણ સ્ટીલના ભાવ વધારાના લીધે મોટી અસર થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. જોકે આગામી દિવસોમાં સ્ટીલના ભાવમાં હજુ પણ વધારો આવે તેવી શકયતા નકારી શકાય તેમ નથી.(૩૮.૧૩)
સિમેન્ટમાં પણ પુરવઠાની ઘટને કારણે સમસ્યા
સ્ટીલની સાથે સાથે સિમેન્ટના પણ ભાવમાં વધારો થવાની શક્યતા સેવાઇ રહી હતી. જોકે ભાવ વધારો ઝીંકવામાં આવે તે પહેલા સિમેન્ટ કંપનીઓ દ્વારા શોર્ટ સપ્લાય કરી રહી છે. જેથી માંગ વધવાની સાથે પુરવઠો ઓછો બજારમાં આવવાના કારણે નાછૂટકે ભાવ વધારો ચૂકવવો પડે તેવી સ્થિતિ હાલમાં ઊભી કરવામાં આવી છે. તેના કારણે સિમેન્ટના ભાવમાં પણ આગામી દિવસોમાં વધારો કરવા માટેના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા હોવાનું જાણકારો કહી રહ્યા છે.
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
