News of Thursday, 8th January 2026
MPમાં પાણી ઝેરી બન્યું: દર ત્રીજો ગ્લાસ પીવાલાયક નથી
જલ જીવન મિશનના રિપોર્ટમાં ખુલાસો : રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારોના પીવાના પાણીના ૩૬.૭ ટકા નમૂનામાં બેક્ટેરિયા અને કેમિકલ પ્રદૂષક જોવા મળ્યા

નવી દિલ્હી તા.૮: મધ્યપ્રદેશના ગામડાઓમાં પીવાનું પાણી હવે જીવન નહીં, પરંતુ શાંતિથી ફેલાનું ઝેર બની ગયું છે. કેન્દ્ર સરકારના જલ જીવન મિશનના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં દર ત્રીજો ગ્લાસ પાણી માનવીના પીવાલાયક નથી. ૪ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ જાહેર કરવામાં આવેલા ‘ફંક્શનાલિટી એસેસમેન્ટ રિપોર્ટ' મુજબ, મધ્યપ્રદેશમાં માત્ર ૬૩.૩% પાણીના નમૂના જ ગુણવત્તા પરીક્ષણમાં પાસ થયા છે, જવારે રાષ્ટ્રીય સરેરાશ ૭૬% છે. એટલે કે રાજ્યના ૩૯.૭% ગ્રામીણ પેયજળના નમૂના અસુરક્ષિત જણાયા છે, જેમાં બેક્ટેરિયા અને રાસાયણિક પ્રદૂષણ હાજર છે. આ નમૂનાઓ સપ્ટેમ્બર-ઓક્ટોબર ૨૦૨૪માં રાજ્યના ૧૫,૦૦૦થી વધુ સામીલ ઘરોમાંથી લેવામાં આવ્યા હતા અને તેના
પરિણામોએ સમગ્ર તંત્રની નિષ્ફળતા છતી કરી દીધી છે. સરકારી હોસ્પિટલોમાં માત્ર ૧૨% પાણીના નમૂના માઈકોબાયોલોજિકલ તપાસમાં પાસ થયા છે, જ્યારે દેશની સરેરાશ ૮૩.૧% છે. શાળાઓમાં પણ ૨૬.૭% નમૂનાઓ ફેલ થયા છે. રાજયના આદિવાસી પ્રભુત્વ ધરાવતા જિલ્લાઓ અનુપપુર અને ડિડોરીમાં પાણીનો એક પણ નમૂનો સુરક્ષિત મળ્યો નથી. જલ જીવન મિશન હેઠળ પાઈપ લાઈન અને નળ તો નાખવામાં આવ્યા, પરંતુ પાણીની ગુણવત્તા સતત ઘટતી ગઈ. દેશમાં ૭૮% ઘરોમાં નળ દ્વારા પાણીનું કનેક્શન છે, જ્યારે મધ્યપ્રદેશમાં પાઈપથી પાણી સપ્લાય થઈ રહ્યું હોવા છતાં, વાસ્તવિક નળ માત્ર ૩૧.૫% ધરોમાં જ છે. રાજ્યમાં ૩૩% પાણીના નમૂના ફેલ થવાથી સ્પષ્ટ થાય છે કે આ સંકટ માત્ર પાણી પહોંચાડવાનું નથી. પરંતુ ઝેરી પુરવઠાનું છે.
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
