News of Thursday, 8th January 2026
વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલના દીકરાનું નિધન
સ્કીઈંગ સમયે થઈ હતી મોટી દુર્ઘટના

નવી દિલ્હી તા.૮: ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલ પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. તેમના દીકરા અગ્નિવેશ અગ્રવાલનું અમેરિકામાં નિધન થઈ ગયું છે. તે ખાલી ૪૯ વર્ષનો હતો. આ સમાચારે ખાલી અગ્રવાલ પરિવારને જ નહીં પણ તેમની સાથે જોડાયેલા દરેક વ્યક્તિને ઊંડા શોકમાં ડુબાડી દીધા છે.
અનિલ અગ્રવાલે ખુદ તેની જાણકારી સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેમણે તેને પોતાના જીવનનો સૌથી દર્દનાક દિવસ ગણાવ્યો છે. સાથે જ લખ્યું કે એક દીકરાને પિતા પહેલાં આ રીતે દુનિયા છોડીને ન જવું જોઈએ.
જાણકારી અનુસાર, અગ્નિવેશ પોતાના મિત્રો સાથે અમેરિકામાં સ્કીઇંગ કરવા ગયો હતો. ત્યાં અગ્નિવેશ દુર્ઘટનાનો શિકાર થઈ ગયો. સારવાર માટે તેને ન્યૂ યોર્કની Mount Sinai Hospitalમાં દાખલ કર્યો હતો. પરિવારને આશા હતી કે બધું ઠીક થઈ જશે, પણ તે જ સમયે અગ્નિવેશને કાર્ડિયાક અરેસ્ટ થયો, જેમાં તેનું નિધન થયું.
૪૯ વર્ષના અગ્નિવેશ અગ્રવાલ વેદાંતા ગ્રુપની કંપની તલવંડી સાબો પાવર લિમિટેડના બોર્ડનો ભાગ હતા. અનિલ અગ્રવાલને બે સંતાનો હતા. દિવંગત દીકરો અગ્નિવેશ અને દીકરી પ્રિયા. પ્રિયા વેદાંતાના બોર્ડમાં સામેલ છે અને હિન્દુસ્તાન ઝિક લિમિટેડના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે.
અગ્નિવેશ અગ્રવાલનો જન્મ ૩ જૂન ૧૯૭૬ના રોજ પટનામાં થયો હતો. તેમણે Mayo College, Ajmerમાં અભ્યાસ કર્યો હતો. તેમને બોક્સિંગ અને ઘોડેસવારીનો શોખ હતો. તેમણે Fujeirah Gold કંપનીને ઊભી કરી હતી અને તેઓ Hindustan Zincના ચેરમેન પણ હતા.
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
