તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૯ શનિવાર
News of Thursday, 8th January 2026
નિયમો તોડયા તો કરિયર ખતમઃ વિઝા રદ સાથે જેલમાં જવું પડશે
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને કડક ચેતવણી આપી : કાયદાનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા તો ન ફક્ત તેમની ધરપકડ થશે, પણ તેમના વિઝા રદ થઈ જશે અને ડિપોર્ટ કરી દેવામાં આવશે

નવી દિલ્હી તા.૮: અમેરિકામાં ભણવાનું સપનું જોઈ રહેલા અને ત્યાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ખતરાની ઘંટી વાગી ગઈ છે. અમેરિકી દૂતાવાસે કડક શબ્દોમાં ચેતવણી જાહેર કરી છે, જેને એક પ્રકારે ધમકી પણ કહી શકાય. દૂતાવાસે સ્પષ્ટ કરી દીધું છે કે જો કોઈ પણ વિદ્યાર્થીએ અમેરિકામાં કાયદાનું ઉલ્લંઘન કર્યું તો તેનું પરિણામ ખૂબ જ ખરાબ હશે.
ભારતમાં આવેલા અમેરિકી દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ દ્વારા છાત્રોને એલર્ટ કર્યા છે. દૂતાવાસે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અમેરિકી વિઝા મેળવવા આપનો કોઈ જન્મસિદ્ધ અધિકાર નથી, પણ આ એક પ્રિવિલેજ છે. ત્યાં જતાં દરેક વિઝા હોલ્ડરને સ્થાનિક કાયદાનું કડકાઈથી પાલન કરવાનું રહેશે. કાયદો તોડ્યો તો કરિયર ખતમ. દૂતાવાસે ચેતવણી આપતા કહ્યું કે, અમેરિકી કાયદાને તોડવાનું પરિણામ ગંભીર હશે.
અમેરિકી દૂતાવાસે કહ્યું કે જો કોઈ છાત્રની ધરપકડ થાય છે અથવા કોઈ નિયમનું ઉલ્લંઘન કરતા જોવા મળે છે તો તેના સ્ટૂડન્ટ વિઝા તરત રદ કરી દેવામાં આવશે. અહીં ખાલી વિઝા રદ નહીં થાય, પણ છાત્રને અમેરિકાથી ડિપોર્ટ કરી પાછો ભારત મોકલી દેવામાં આવશે. સૌથી મોટી ચેતવણી એ છે કે આવું કરનારા છાત્ર ભવિષ્યમાં ફરી ક્યારેય અમેરિકાનો વિઝા મેળવી શકશે નહીં.
ભારત, અમેરિકામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો સૌથી મોટોસ્ત્રેત છે. ત્યાંની એજન્સીઓ હવે છાત્રો પર, તેમના કામ કરવાની રીત અને નિયમોનું પાલન કરવા પર ઝીણવટપૂર્વક નજર રાખી રહી છે. દૂતાવાસે સ્પષ્ટ કહ્યું કે નિયમોનું પાલન કરો અને પોતાની યાત્રાને ખતરામાં ન નાખો
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
