<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

બોયફ્રેન્‍ડ છાતી પર બેસી ગયોઃ પત્‍નીએ પ્રાઈવેટ પાર્ટ દબાવી રાખ્‍યોઃ પતિનું ઢીમ ઢાળી દીધું

સુંદરતાએ જીવ લઈ લીધો ગેરકાયદે સંબધના વિરોધ પર પતિની હત્‍યા

સોનીપત તા.૮: હરિયાણાના સોનીપતમાં ગુનાહિત ઘટનાઓ પર કંટ્રોલ રહ્યો નથી. મંગળવારે સોનીપતના કામી રોડ પર આવેલા આશીર્વાદ ગાર્ડનમાં ચોકીદારની હત્‍યાએ સમગ્ર વિસ્‍તારમાં સનસનાટી ફેલાવી દીધી. ચોકીદાર રામકિશનની હત્‍યા તેની જ પત્‍નીએ પહેલા ગળું દબાવ્‍યું અને પછી પ્રાઈવેટ પાર્ટ દબાવી દીધો.

આ દરમ્‍યાન પત્‍નીએ પતિનો પ્રાઈવેટ પાર્ટ પણ દબાવી દીધો. ઘટનાની જાણ થતાં સોનીપત સિવિલ લાઈન પોલીસ અને ટોચના અધિકારીઓ પહોંચ્‍યા અને મામલાની ગંભીરતાથી તપાસ કરવા લાગ્‍યા. મહત્ત્વની વાત એ છે કે પત્‍નીએ સોમવારે પતિની હત્‍યા કરી અને બીજા દિવસે સવારે કામકાજ કરવા લાગી. પછી બાળકો લઈને ભાગી ગઈ. જો કે હવે બે દિવસ બાદ મહિલાની ધરપકડ થઈ ગઈ છે.

જાણકારી અનુસાર, સોનીપતના ગામ કકાનાના રહેવાસી રામકિશન છેલ્‍લા એક વર્ષથી કામી રોડ પર આવેલા આશીર્વાદ ગાર્ડનમાં છેલ્‍લા એક વર્ષથી ચોકીદારનું કામ કરતા હતા અને તેનો આખો પરિવાર તેની સાથે રહેતો હતો. પણ તેની પત્‍ની અને તેમની વચ્‍ચે બોલાચાલી ખૂબ જ લાંબા સમયથી ચાલી રહી હતી. મોડી રાતે તેની પત્‍નીએ તેનું ગળું દબાવી દીધું અને તેને મોતને ઘાટ ઉતારી દીધો. જેવું સોનીપત પોલીસ પાસે આ ઘટનાની સૂચના મળી પત્‍ની ત્‍યાંથી ભાગી ગઈ અને એફએસએલની ટીમ પણ આવી પહોંચી અને હત્‍યાના પૂરાવા એકઠા કર્યા. સોનીપત પોલીસે લાશને કબજામાં લઈ પોસ્‍ટમોર્ટમ માટે સિવિલ હોસ્‍પિટલ મોકલી. હવે પોસ્‍ટમોર્ટમ રિપોર્ટ બાદ હત્‍યાના કારણનો ખુલાસો થશે.

એસીપી અમિત ધનખડે જણાવ્‍યું કે અમને સૂચના મળી હતી કે કામી રોડ પર આવેલા આશીર્વાદ ગાર્ડનમાં ચોકીદાર રામકિશન કકાના રહેવાસી તેમની હત્‍યા થઈ ગઈ છે. જેમાં પત્‍ની પર આરોપ લાગ્‍યો છે. હાલમાં આ મામલે તપાસ ચાલી રહી છે.

આ બાજુ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. કહેવાય છે કે સરિતા પોતાના પતિના દોસ્‍ત સાથે આડા સંબંધ ધરાવતી હતી અને સરિતાએ સતપાલ સાથે મળીને પતિ રામકિશનની હત્‍યા કરી છે. છેલ્‍લા બે મહિનાથી સતપાલ સાથે સરિતાને લફરું હતું. ધરપકડ બાદ જાણવા મળ્‍યું કે રામકિશનને પહેલા પણ મારવાનો પ્‍લાન બનાવ્‍યો હતો. વળી રામકિશન ગુનાહિત પ્રવૃત્તિનો માણસ હતો અને તેના પર કેટલાય કેસ ચાલતા હતા. તેને આરોપી સતપાલ સાથે જેલમાં મુલાકાત થઈ હતી અને પછી દોસ્‍તી થઈ. મહિલાએ જણાવ્‍યું કે સતપાલ રામકિશનની છાતી પર બેઠો અને સરિતાએ પતિનો પ્રાઈવેટ પાર્ટ દબાવી રાખ્‍યો હતો.

અહીં ઉલ્‍લેખનીય છે કે ગોહાનાના કકાના ભાદરી ગામના રહેવાસી રામકિશનના સરિતા સાથે ૨૦૧૨માં લગ્ન થયા હતા. સરિતા દેખાવે સુંદર હતી. બંનેની ઉંમરમાં ૧૦ વર્ષનો તફાવત હતો, સરિતા સ્‍ટાઈલિશ બનીને રહેતી અને તેને શંકા હતી કે તેને કોઈની સાથે ચક્કર હતું. આ વાતને લઈને બંને વચ્‍ચે કાયમ વિવાદ થતો. રામ કિશનને ત્રણ બાળકો પણ છે. જેમાં એક ૧૨ વર્ષ, બીજો ૧૦ વર્ષ અને ત્રીજો ૭ વર્ષનો છે. આ ઘટના બાદ સરિતા ફરાર છે. મહિલા પોતાના બે બાળકો સાથે લઈને ભાગી છે

(10:52 AM IST)