<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

દિલ્‍હી બન્‍યું ‘શિમલા': ૪.૮ ડિગ્રી સાથે સિઝનનો સૌથી ઠંડો દિવસ

IMD દ્વારા દિલ્‍હીમાં ‘યલો એલર્ટ' જાહેરઃ ગાઢ ધુમ્‍મસને કારણે વિમાની અને રેલવે વ્‍યવહાર ખોરદ્ધવાયો ધુમ્‍મસ અને પ્રદૂષણના ડબલ એટેકથી રાજધાની ઠૂંઠવાઈ! હજુ એક અઠવાડિયું શીતલહેરની આગાહી

નવી દિલ્‍હી, તા.૮: રાષ્‍ટ્રીય રાજધાની દિલ્‍હી અને સમગ્ર એનસીઆર વિસ્‍તારમાં અત્‍યારે કુદરતનો કેર જોવા મળી રહ્યો છે. આજે ગુરુવાર, ૮ જાન્‍યુઆરીના રોજ દિલ્‍હીમાં લઘુત્તમ તાપમાન ગગડીને ૪.૮ ડિગ્રી સેલ્‍સિયસ પર પહોંચી ગયું છે, જે આ સિઝનનો અત્‍યાર સુધીનો સૌથી નીચો પારો છે. ભારતીય હવામાન વિભાગ એ દિલ્‍હી માટે યલો એલર્ટ જારી કરીને લોકોને સાવચેત રહેવા અને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા સલાહ આપી છે. દિલ્‍હીના સફદરજંગ અને લોધી રોડ જેવા વિસ્‍તારોમાં તાપમાન ૫ થી ૬ ડિગ્રીની આસપાસ રહેતા લોકો વહેલી સવારે તાપણાનો સહારો લેતા જોવા મળ્‍યા હતા. ઠંડા પવનોને કારણે અનુભવાતી ઠંડી વાસ્‍તવિક તાપમાન કરતા પણ વધુ ઘાતક સાબિત થઈ રહી છે.

ઠંડીની સાથે સાથે દિલ્‍હીવાસીઓ પ્રદૂષણના ઝેરીલા ધુમ્‍મસનો પણ સામનો કરી રહ્યા છે. નેહરુ નગર અને આરકે પુરમ જેવા વિસ્‍તારોમાં એર ક્‍વોલિટી ઈન્‍ડેક્‍સ ૩૦૦ થી ૩૫૦ ની વચ્‍ચે નોંધાયો છે, જે ખૂબ જ ખરાબ શ્રેણીમાં આવે છે. ગાઢ ધુમ્‍મસને કારણે દૃશ્‍યતા શૂન્‍યની નજીક પહોંચતા વાહન વ્‍યવહાર પર માઠી અસર પડી છે. વારાણસી અને દિલ્‍હી એરપોર્ટ પર ગાઢ ધુમ્‍મસને કારણે અનેક ફ્‌લાઈટ્‍સ મોડી પડી છે અથવા રદ કરવામાં આવી છે, જેને પગલે ઇન્‍ડિગો જેવી એરલાઇન્‍સે મુસાફરો માટે એડવાઈઝરી જારી કરી છે. ઠંડીના આ પ્રકોપને જોતા નોઈડા પ્રશાસને ધોરણ ૮ સુધીની શાળાઓ ૧૦ જાન્‍યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર, આગામી એક અઠવાડિયા સુધી રાહત મળવાની કોઈ શકયતા નથી. ઉત્તર ભારત પર સક્રિય થયેલા વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સને કારણે લઘુત્તમ તાપમાનમાં હજુ પણ ઘટાડો થઈ શકે છે. પંજાબી બાગ, રોહિણી અને મુંડકા જેવા વિસ્‍તારોમાં પ્રદૂષણનું સ્‍તર પણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, જે શ્વાસના દર્દીઓ અને વળદ્ધો માટે જોખમી સાબિત થઈ શકે છે. હવામાનશાષાીઓનું કહેવું છે કે જ્‍યારે મહત્તમ તાપમાન સામાન્‍ય કરતા ૬.૫ ડિગ્રી નીચે જાય છે, ત્‍યારે તેને સીવિયર કોલ્‍ડ ડે માનવામાં આવે છે અને દિલ્‍હી અત્‍યારે આ જ સ્‍થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. આવનારા દિવસોમાં ધુમ્‍મસની ચાદર વધુ ઘેરી બનવાની શકયતા છે, જેનાથી રેલવેના સમયપત્રકમાં પણ મોટા ફેરફારો થઈ શકે છે.

(11:01 AM IST)