<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

નાસિકમાં રોંગ સાઇડથી આવી રહેલી સ્‍કોર્પિયોનો કહેરઃ અર્ટિગાને મારી ટક્કરઃ ૪ના મોત

નાસિક જિલ્લામાં બે કાર વચ્‍ચે સામસામે ટક્કર થતાં ચાર લોકોના મોત થઈ ગયા, જ્‍યારે છ લોકો ઘાયલ થઈ ગયા, જેમાં ત્રણ રાજસ્‍થાનના રહેવાસી

નાસિક, તા.૮: મહારાષ્‍ટ્રના નાસિકમાં એક ભયાનક માર્ગ અકસ્‍માતની ઘટના સામે આવી છે. અહીં બે કારની સામસામે ટક્કર થતાં ચાર લોકોના મોત થયા હોવાનું સામે આવ્‍યું છે, જ્‍યારે છ લોકો ગંભીર રીતે ઘાયલ હોવાના અહેવાલ છે. પોલીસે જણાવ્‍યું કે એક સ્‍કોર્પિયો રોંગ સાઇડ પર આવી રહી હતી અને અર્ટિગાને સામેથી ટક્કર મારી દીધી.

નાસિકથી પેઠ જઈ રહેલી એક અર્ટિગા કાર ચાચરગાંવ ટોલ પ્‍લાઝા પાસે જઈ રહી હતી ત્‍યારે રોંગ સાઇડથી આવી રહેલી સ્‍કોર્પિયોએ ટક્કર મારી દીધી. ટક્કર બાદ કારના ફુરચા ઊડી ગયા હતા. આ અકસ્‍માતમાં ચાર લોકોના મોત થયા છે અને છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતકોમાંથી ત્રણની ઓળખ રાજસ્‍થાનના રાજસમંદના રહેવાસી છોગાલાલ હીરાલાલ ગુર્જર (૭૫), કિશનલાલ હીરાલાલ ગુર્જર (૪૫) અને પૂનમ ગુર્જર (૪૦) તરીકે થઈ છે. દુર્ઘટનામાં દાદરા નગરના રહેવાસી ૨૮ વર્ષીય અર્ટિગા ચાલકનું પણ મોત નીપજ્‍યું છે.

આ સિવાય બંને કારના કુલ ૬ લોકો ગંભીર રીતે ઘાયલ છે, જેમને નાસિક હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા છે. જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. અકસ્‍માતમાં બંને વાહનને ખરાબ રીતે નુકસાન થયું છે. પોલીસે આપેલી માહિતી પ્રમાણે, આ બુધવારે બપોરે લગભગ ૩ વાગે ચાચડગાંવ ટોલ પ્‍લાઝા પાસે બની.

પોલીસ જણાવ્‍યું કે એક અર્ટિગા કાર નાસિકથી પેઠ તરફ જઈ રહી હતી. ત્‍યારે સામેથી આવી રહેલી એક સ્‍કૉર્પિયો એસયુવી સાથે તેની જોરદાર ટક્કર થઈ ગઈ. આ ટક્કર એટલી ભીષણ હતી કે બંને વાહનોના ફુરચા ઊધઈ ગયા અને ઘટના સ્‍થળે બૂમાબૂમ થઈ ગઈ.

(11:02 AM IST)