News of Thursday, 8th January 2026
શ્રી સોમનાથ દાદાના આંગણે ભકિત, શૌર્ય અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ નરેન્દ્રભાઇની પ્રેરણાથી ‘સોમનાથ સ્વાભિમાન પર્વ' : જીતુભાઇ વાઘાણી
સોમનાથ પર ગઝનવીના આક્રમણના ૧૦૦૦ વર્ષ અને મંદિર જીર્ણોદ્ધારના ૭૫ વર્ષનો સુભગ સમન્વયઃ ૧૦મી જાન્યુઆરીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સોમનાથમાં : ભવ્ય રોડ-શો અને જનસભાને સંબોધશે : ૭૨ કલાકનો અખંડ ઓમકાર નાદ, ૩૦૦૦ ડ્રોનનો મેગા શો અને ૧૦૮ અશ્વોની શૌર્ય યાત્રા બનશે આકર્ષણનું કેન્દ્રઃ અર્જુન મોઢવાડીયા-કૌશીક વેકરીયા

રાજકોટ, તા., ૮: ગુજરાત સરકારના પ્રવક્તા અને પ્રોટોકોલ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતળત્વ હેઠળ સમગ્ર દેશની આસ્થાના કેન્દ્ર તથા પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ ખાતે આગામી તા. ૮ થી ૧૧ જાન્યુઆરી દરમિયાન ભવ્ય ‘સોમનાથ સ્વાભિમાન પર્વ'ની ઉજવણી કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતળત્વ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય મંત્રીમંડળના સભ્યો સહિત સમગ્ર વહીવટી તંત્ર આ પર્વને સફળ બનાવવા માટે કાર્યરત છે. આ પર્વ એ માત્ર ધાર્મિક મહોત્સવ નહીં, પરંતુ ભારતીય સંસ્કળતિના અતૂટ વિશ્વાસ અને આત્મગૌરવનું પ્રતીક પૂરવાર થશે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આજથી અનેક વર્ષો પહેલાં ઈ.સ. ૧૦૨૬માં મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું, જેને આજે ૧,૦૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આ સાથે જ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારનો જે સંકલ્પ લીધો હતો, તેના પણ ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આ ‘ડબલ સંયોગ'ના અવસરે સમગ્ર દેશ સોમનાથના શૌર્ય અને સંઘર્ષના ઇતિહાસને યાદ રાખી શકે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથ સ્વાભિમાન પર્વનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તા. ૧૦મી જાન્યુઆરીએ સાંજે ૫.૩૦ કલાકે સોમનાથ પધારશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા. ૧૧ જાન્યુઆરીના રોજ ભગવાન સોમનાથના દર્શન-અર્ચન કરીને આ પર્વમાં સહભાગી થશે. દર્શન-અર્ચન બાદ વડાપ્રધાનશ્રી સોમનાથ મંદિરની બહાર સ્થિત સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. આ ઉપરાંત તેઓ એક ભવ્ય રોડ-શો અને શૌર્ય યાત્રામાં જોડાશે તથા એક વિશાળ જનસભાને સંબોધન કરી દેશવાસીઓને સાંસ્કળતિક એકતાનો સંદેશ આપશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
આ પર્વના મુખ્ય આકર્ષણો અંગે મંત્રી શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન આકાશમાં ૩૦૦૦ ડ્રોન દ્વારા સોમનાથના ઇતિહાસ અને ભવ્યતાને દર્શાવતો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન-શો યોજાશે. તદુપરાંત, સોમનાથ મંદિર પર થયેલાં આક્રમણો દરમિયાન મંદિરની રક્ષા માટે પ્રાાણ ન્યોછાવર કરનારા શૂરવીરોને સમર્પિત એક શૌર્ય યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ૧૦૮ અશ્વો સાથેની ભવ્ય શૌર્ય યાત્રા ‘શંખ સર્કલ'થી શરૂ થઈ ‘હમીરજી ગોહિલ સર્કલ' સુધી નીકળશે.
વધુમાં, સોમનાથ મંદિરના પ્રાંગણમાં ૨,૫૦૦ ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચાર અને ૭૨ કલાકનો અખંડ ઓમકાર જાપ કરવામાં આવશે. સાથે જ ૧,૦૦૦ કલાકારો દ્વારા મંદિરની અંદર અને બહાર શંખનાદ કરી વાતાવરણને શિવમય બનાવવામાં આવશે. આ પર્વને વધુ ભવ્ય બનાવવા માટે શિવ ભક્તિ, ભજન અને લોક ડાયરા માટે સમગ્ર વિસ્તારમાં ૨૦ જેટલા ભવ્ય સ્ટેજ તૈયાર કરીને સાંસ્કળતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રાજ્યભરના નાગરિકો મોટી સંખ્યામાં જોડાઈ શકે તે માટે સ્પેશિયલ ટ્રેનોની સુવિધા પણ કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે તા. ૮, ૯ અને ૧૦ જાન્યુઆરી દરમિયાન રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરાથી દરરોજ ચાર સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. સાથે જ યાત્રિકો માટે રહેવા, જમવા અને દર્શન માટેની તમામ સુવિધાઓ પણ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સુનિヘુિત કરવામાં આવી છે.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં હવે ‘સોમનાથ કોરિડોર'ને પણ સ્વીકળતિ મળી છે, જેના કારણે આ વિસ્તારમાં પ્રવાસન અને આર્થિક વિકાસને વેગ મળ્યો છે. અયોધ્યા, કાશી અને દ્વારકાની જેમ સોમનાથ પણ આજે વિશ્વકક્ષાએ ભારતની આધ્યાત્મિક ઓળખ બની રહ્યું છે. આ પર્વમાં દેશભરના હજારો સાધુ-સંતો અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે. મંત્રીશ્રીએ તમામ નાગરિકોને આ ‘સ્વાભિમાન પર્વ'માં સહભાગી થવા હાર્દિક નિમંત્રણ પાઠવ્યું.
(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
