<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ધમકીભર્યો ઈમેલ મળતા ખળભળાટ : સુરક્ષા વધારી દેવામાં આવી

કેન્દ્રીય ગૃહમંત્રીને આ બાબતની જાણ કરાઈ : રાજ્ય પોલીસ અને સીઆરપીએફ રાજ્યપાલની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને એક ધમકીભર્યો ઈમેલ મળ્યો જેમાં તેમને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. રાજ્યપાલની સુરક્ષા વધારી દેવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રીને આ બાબતની જાણ કરવામાં આવી છે, અને રાજ્ય પોલીસ અને સીઆરપીએફ રાજ્યપાલની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. રાજ્યપાલની સુરક્ષા માટે તૈનાત સુરક્ષા દળોની મધ્યરાત્રિએ બેઠક યોજાઈ હતી.

(1:17 AM IST)