<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

રશિયન ડ્રોન હુમલાથી યુક્રેનમાં અંધારપટ: લાખો ઘર વીજળી વિહોણા

​રશિયા દ્વારા યુક્રેનના ઉર્જા માળખા પર કરવામાં આવેલા ભીષણ ડ્રોન હુમલાને કારણે ડ્નિપ્રોપેટ્રોવ્સ્ક અને ઝાપોરિઝ્ઝિયા પ્રાંતમાં વીજળી ગુલ થઈ ગઈ છે.

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં રશિયાએ ફરી એકવાર યુક્રેનના પાવર પ્લાન્ટ્સને નિશાન બનાવ્યા છે. પ્રાપ્ત અહેવાલો મુજબ, રશિયાએ કરેલા ઘાતક ડ્રોન હુમલાઓને કારણે યુક્રેનના ડ્નિપ્રોપેટ્રોવ્સ્ક પ્રદેશમાં ગંભીર વીજ કટોકટી સર્જાઈ છે. આ હુમલાને કારણે અંદાજે આઠ લાખ ગ્રાહકો અંધારપટમાં રહેવા મજબૂર બન્યા છે.

​શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે વીજળી ડૂલ થતા સામાન્ય નાગરિકોની હાલત કફોડી બની છે. આ ઉપરાંત ઝાપોરિઝ્ઝિયા પ્રદેશમાં પણ વીજ પુરવઠો ખોરવાયો છે. યુક્રેનના ઉર્જા મંત્રાલયના જણાવ્યા અનુસાર, હુમલામાં આઠ જેટલી કોલસાની ખાણોને પણ અસર થઈ છે. એક તરફ અમેરિકા શાંતિ કરાર માટે પ્રયાસ કરી રહ્યું છે ત્યારે બીજી તરફ મોસ્કો તરફથી સતત થઈ રહેલા આ હુમલાઓ યુદ્ધ વિરામના કોઈ સંકેત આપતા નથી.

(10:29 AM IST)