News of Friday, 9th January 2026
અમેરિકન નાગરિકો માટે નોકરીની તકો સુરક્ષિત કરવા અમેરિકામાં એચ-૧બી વિઝા ફીમાં તોતિંગ વધારાના સંકેત: ભારતીય ટેક કંપનીઓને ફટકો

ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં એચ-૧બી વિઝાના નિયમો કડક અને ખર્ચાળ બની રહ્યા છે, એમ્પ્લોયરો પર ફીનું ભારણ વધવાની શક્યતા છે.
અમેરિકામાં રોજગારી માટે મહત્વના ગણાતા એચ-૧બી વિઝા હવે મોંઘા સાબિત થઈ શકે છે. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા પ્રસ્તાવિત નવા નિયમો મુજબ, એચ-૧બી વિઝા માટેની ફીમાં જંગી વધારો કરવામાં આવી શકે છે. અહેવાલો સૂચવે છે કે વિઝા માટેની ફી ૧૦,૦૦૦ ડોલરથી લઈને ૧,૦૦,૦૦૦ ડોલર સુધી પહોંચી શકે છે.
આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકન નાગરિકો માટે નોકરીની તકો સુરક્ષિત કરવાનો છે. વ્હાઈટ હાઉસના અધિકારીઓના મતે, વિદેશી કામદારોને માત્ર ત્યારે જ પ્રાધાન્ય મળવું જોઈએ જ્યારે તેઓ અત્યંત કુશળ હોય. આ નવા નિયમો ખાસ કરીને ભારતીય આઈ.ટી. કંપનીઓ માટે મોટો પડકાર સાબિત થશે, કારણ કે તેઓ મોટા પાયે આ વિઝા પર નિર્ભર હોય છે. જો પગાર ધોરણ પણ વધારવામાં આવે તો કંપનીઓ પર આર્થિક બોજ વધશે.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
