હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 9th January 2026
બાંગ્લાદેશે ભારતમાં વિઝા સેવાઓ સ્થગિત કરી: નવી દિલ્હી, અગરતલા અને કોલકાતામાં કામગીરી બંધ

સુરક્ષાના કારણો ટાંકીને બાંગ્લાદેશની વચગાળાની સરકારે ભારતના મુખ્ય શહેરોમાં વિઝા પ્રક્રિયા અટકાવી દીધી છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં વધુ એક તણાવ જોવા મળ્યો છે. બાંગ્લાદેશની વર્તમાન વચગાળાની સરકારે "સુરક્ષા ચિંતાઓ"નું કારણ આગળ ધરીને ભારતમાં આવેલા તેમના મિશનમાં વિઝા સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
આ નિર્ણયની અસર નવી દિલ્હી, કોલકાતા અને અગરતલા સ્થિત બાંગ્લાદેશી દૂતાવાસ અને કોન્સ્યુલેટ ઓફિસ પર પડી છે. વિઝા સેવાઓ બંધ થવાને કારણે વેપારીઓ, પ્રવાસીઓ અને તબીબી સારવાર માટે આવતા-જતા લોકો અટવાઈ પડ્યા છે. બંને દેશો વચ્ચેની સરહદ પર પણ તણાવપૂર્ણ શાંતિ જોવા મળી રહી છે. આ પગલાંથી દ્વિપક્ષીય સંબંધો પર લાંબા ગાળાની અસર થવાની ભીતિ સેવાઈ રહી છે.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
