News of Friday, 9th January 2026
પશ્ચિમ બંગાળના રાજ્યપાલને જાનથી મારી નાખવાની ધમકી મળતા ખળભળાટ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોઝને જીવલેણ હુમલો કરવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ છે.
પશ્ચિમ બંગાળના રાજકારણમાં હિંસા અને ધમકીનો દોર યથાવત છે. આજે સવારે મળેલા અહેવાલ મુજબ, રાજ્યપાલ સી.વી. આનંદ બોઝને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. રાજભવનને મળેલા એક અનામી પત્રમાં આ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
આ ધમકી બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ ગંભીર નોંધ લીધી છે અને રાજ્યપાલની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે. સ્થાનિક પોલીસ અને ગુપ્તચર એજન્સીઓએ પત્ર મોકલનારની શોધખોળ શરૂ કરી દીધી છે. રાજ્યપાલ અને રાજ્ય સરકાર વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે આ ઘટનાએ નવો વિવાદ છેડ્યો છે.
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
