<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

મોંઘવારી, બેરોજગારી અને સામાજિક પ્રતિબંધોના વિરોધમાં ​ઈરાનમાં સરકાર વિરોધી દેખાવો વધુ ઉગ્ર બન્યા: તેહરાનમાં ઈન્ટરનેટ સેવા ઠપ: સોશિયલ મીડિયા પર પ્રતિબંધ હોવા છતાં, દેખાવોના વીડિયો વાયરલ

​આર્થિક સંકટ અને કડક નિયમોના વિરોધમાં ઈરાનની રાજધાની તેહરાનમાં હિંસક દેખાવો થતા સરકારે ઈન્ટરનેટ બંધ કરી દીધું છે.

મધ્ય પૂર્વના દેશ ઈરાનમાં ફરી એકવાર જનઆક્રોશ ફાટી નીકળ્યો છે. મોંઘવારી, બેરોજગારી અને સામાજિક પ્રતિબંધોના વિરોધમાં હજારો લોકો તેહરાનના રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. આ પ્રદર્શનોને ડામવા માટે સરકારે કડક હાથે કામ લેવાનું શરૂ કર્યું છે.

​માહિતીનું આદાન-પ્રદાન અટકાવવા માટે તેહરાન સહિતના મોટા શહેરોમાં ઈન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. સોશિયલ મીડિયા પર પ્રતિબંધ હોવા છતાં, દેખાવોના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંસ્થાઓએ ઈરાન સરકારની કાર્યવાહીની ટીકા કરી છે.

(10:02 AM IST)