<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

​દક્ષિણ ભારતમાં માવઠું: ભારે વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિત: ઉત્તરમાં કાતિલ ઠંડી છે તો દક્ષિણ ભારતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી: તમિલનાડુ અને કેરળમાં ભારે વરસાદની શક્યતા

નવીદિલ્હી: દેશમાં એક વિચિત્ર હવામાન પેટર્ન જોવા મળી રહી છે. ઉત્તર ભારત જ્યારે ઠંડીમાં ધ્રૂજી રહ્યું છે, ત્યારે દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલા દબાણને કારણે તમિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

​કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

(10:03 AM IST)