હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 9th January 2026
ઈરાનના તબરીઝ શહેરમાં લોહિયાળ સંઘર્ષ: સુરક્ષાદળો અને દેખાવકારો વચ્ચે ભારે અથડામણો ચાલુ: સ્થિતિ નિયંત્રણ બહાર
અનેક લોકો ઘાયલ: તબરીઝમાં બજારો અને શાળાઓ બંધ કરી દેવામાં આવી: લશ્કર તૈનાત કરવાની તૈયારી

ઈરાનના તબરીઝ શહેરમાં સ્થિતિ નિયંત્રણ બહાર ગઈ છે, જ્યાં પોલીસ અને વિરોધ પક્ષના લોકો વચ્ચે ભારે અથડામણ થઈ છે.
તેહરાનની આગ હવે ઈરાનના અન્ય શહેરોમાં પણ પ્રસરી છે. ઐતિહાસિક શહેર તબરીઝમાં આજે સવારથી જ સુરક્ષાદળો અને દેખાવકારો વચ્ચે ભારે ઘર્ષણના સમાચાર છે. પ્રદર્શનકારીઓએ પોલીસ વાહનો પર પથ્થરમારો કર્યો હતો, જેના જવાબમાં પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલ છોડ્યા હતા.
આ અથડામણમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. તબરીઝમાં બજારો અને શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. સરકારે આ વિસ્તારમાં લશ્કરને તૈનાત કરવાની તૈયારી કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
