હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પતંગ મહોત્સવને બ્રાન્ડ બનાવવામાં નરેન્દ્રભાઇનો સિંહફાળો
ગુજરાતના આ પરંપરાગત પર્વ દુનિયા સુધી કેમ ના પહોંચે....??, વિદેશી પતંગબાજોને મોદીજીએ આમંત્રિત કર્યા, સરકાર પોતે જ આયોજક બની , ઉત્સવ વિશ્વ સ્તરના ઇવેન્ટમાં ફેરવાયો અર્થતંત્રને પણ થયો ફાયદો, કાઇટ ડિપ્લોમસી બન્યું વૈશ્વિક પ્રતીક, મોટાભાગના પતંગ મહોત્સવમાં મોદી હાજર રહ્યા : આ વખતે નરેન્દ્રભાઇ સાથે ચાન્સેલર ફ્રેડરીક મર્ઝની વિશેષ હાજરીઃ પ્રથમ વખત સતાવાર ભારતની મુલાકાતે આવી રહ્યા છેઃ દિલ્હી નહિ સીધા આવશે અમદાવાદ ભારત અને જર્મનીના સબંધો માત્ર બે દેશો વચ્ચેના નથી પરંતુ યુરોપ અને એશિયા વચ્ચેનો સેતુ છે

(જીતેન્દ્ર રૂપારેલિયા...) વાપીઃ દર વર્ષેની જેમ આ વર્ષે પણ અમદાવાદ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ ના સંયુક્ત ઉપક્રમે ભવ્ય આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૬નુ આયોજન કરાયું છે, જેની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે, વિશ્વ ના ૫૦ જેટલા દેશોના પતંગબાજો પણ ભાગ લઈ રહ્યા છે, આ મહોત્સવ નું ૧૨ મી જાન્યુઆરી ને સોમવારે ઉદઘાટન કરશે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને તેમની સાથે વિશેષ ઉપસ્થિત રહેશે જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક મર્ઝ.
ત્યારે સવાલ થાય કે પતંગ મહોત્સવ આમ તો ગુજરાતનો તો આમ આંતરરાષ્ટ્રીયની વાત ક્યાંથી આવી..??? ક્યારથી ઉજવાય છે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ....??? ખરા અર્થમાં ક્યાર થી પ્રચલિત થયો...??? આમાં નરેન્દ્ર મોદી ની ભૂમિકા શું....???
આવા તમામ સવાલોનો જવાબ માટે આપણે સમજીએ, તો ઉતરાયણ એટલે કે મકરસંક્રાતિનો પર્વ ગુજરાત માં વર્ષો થી ઉજવાઈ રહયો છે, અબાલ વૃદ્ધો આ દિવસે મન મૂકીને આ ઉત્સવ માણે છે , સવાર થી જ આકાશ રંગબેરંગી પતંગો થી ભરાઈ જતું હોય છે, ટેરેસ હોય કે ધાબુ કે પછી હોય ખુલ્લું મેદાન કાઇપો જ છે ની ચિચિયારી સાંભળવા મળે છે, આમ તો વર્ષો થી આ મહોત્સવ ઉજવાય છે પરંતુ ખરા અર્થ માં આની આંતરરાષ્ટ્રીય ઓળખ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈના પ્રયાસોથી મળી..
નરેન્દ્રભાઈ ૨૦૦૧માં મુખ્યમંત્રી બન્યા બાદ આ મહોત્સવ ને જાણે વેગ આપ્યો અમદાવાદ ના સાબરમતી રિવર ફ્રન્ટ, પોલીસ સ્ટેડિયમ અને ખુલ્લા મેદાન માં ઊજવાતો, ૨૦૦૩ પછી ચીન, જાપાન, બ્રાઝિલ, અને યુરોપિયન દેશો ના વિદેશી પતંગબાજો વધુ સંખ્યા માં આવવા લાગ્યા.
જેના માટે મુખ્ય ભૂમિકા બજાવી ત્યાર ના ગુજરાત ના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ વિચાર કર્યો કે ગુજરાત ની આ પરંપરા દુનિયા સુધી કેમ ના પહોંચે..?? બસ ત્યારથી નરેન્દ્ર ભાઈએ આ ને આંતરરાષ્ટ્રીય સ્વરૂપ આપવાની દિશા શરૂ કરી, ઉત્સવને ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનું સતાવાર નામ મળ્યું રાજ્ય સરકાર અને ગુજરાત ટુરિઝમ આમાં સીધા જોડાયા ભવ્ય અને વૈશ્વિક ધોરણે આયોજનો થવા લાગ્યા, મોદીજીએ જાપાન, ચીન, ફ્રાન્સ, બ્રાઝિલ, અમેરિકા, અને થાઇલેન્ડ જેવા અનેક દેશોના પતંગબાજોને આમંત્રિત કર્યા, અને આ ઉત્સવને વૈષ્ણવી ઓળખ આપવા પ્રયાસ કરાયો.
ઉત્સવ વિશ્વ સ્તરના ઇવેન્ટમાં ફેરવાયો, વિદેશથી પ્રવાસી ઓ આવતા હોટેલ, ટ્રાન્સપોર્ટ તેમજ હસ્તકલા જેવા ઉધોગોને ફાયદો થવા લાગ્યો, મીડિયા કવરેજ વધ્યું, નરેન્દ્રભાઈ ખુદ આ મહોત્સવમાં હાજર રહ્યા, તેમજ વિદેશી મહેમાનો સાથે પતંગ પણ ઉડાવી, મીડિયા સામે ગુજરાત ની સંસ્કૃતિ રજુ કરી.
અને જાણે શરૂ થઈ કાઈટ ડિપ્લોમસી, રાજદ્વારી સબંધોમાં ઉષ્મા વધી, અનૌપચારિક મિત્રતા થઈ, આપણી આ પરંપરા ને વૈશ્વીક મંચ આપી, સંસ્કૃતિ ને વિકાસ સાથે જોડી ઉત્સવ ને નરેન્દ્રભાઈ એ બ્રાન્ડ બનાવી.
આજે આ પતંગ મહોત્સવ દુનિયામાં ઓળખાય છે તેની પાછળ મોદીની દ્રષ્ટિ, આયોજન અને ગુજરાત પ્રત્યેની લાગણી છે.
વડાપ્રધાન બન્યા બાદ વ્યસ્તતાને કારણે હવે નરેન્દ્ર ભાઈ દર વર્ષે હાજરી આપી શકતા નથી પરંતુ વિદેશી મહેમાનોને આમંત્રણ, ગુજરાત ટુરિઝમને કેન્દ્ર સરકાર નો સહયોગ મળતો રહ્યો છે, હવે આ વર્ષે નરેન્દ્રભાઈ જ આ મહોત્સવનું ઉદઘાટન કરી રહ્યાં છે, અને આ વર્ષે તેમની સાથે વિદેશ મહેમાન છે જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક મર્ઝ...
ત્યારે આપણ ને સવાલ થાય કે કોણ છે આ ફ્રેડરીક મર્ઝ...? તેમને આમંત્રણ આપવા પાછળ કારણ...?? આ પણ હશે મોદીજીની વિદેશ કૂટ નીતિ....ફ્રિડરિક મર્ઝ ની કારકિર્દી ની એક ઝલક જોઈએ તો, જોઆકિમ-ફ્રિડરિક માર્ટિન જોઝેફ મર્ઝનો જન્મ ૧૧ નવેમ્બર ૧૯૫૫ના રોજ બ્રિલોન, નર્થ રાઈને-વેસ્ટફેલિયા, જર્મની ખાતે થયો હતો, તેમની રાજકીય કારકીર્દીને જોઈએ તો
- ક્રિસ્ટિયન ડેમોક્રેટિક યુનિયન (સીડિયુ ) જર્મનીનું મુખ્ય કેન્દ્ર-રાજકીય પક્ષ
- મર્ઝ આ પાર્ટીના નેતા છે.
- ૧૯૭૨ થી મર્ઝ સીડિયુમાં સભ્ય છે.
- ૧૯૭૬-૮૧: બોન અને મારબર્ગ યુનિવર્સિટીમાં કાયદા અને રાજનીતિનો અભ્યાસ
- નોંધપાત્ર કાયદો અને યુદ્ધપીઠ સેવા બાદ રાજનીતિ તરફ઼
રાજકીય ઓળખ
- યુરોપિયન સંસદના સભ્ય (૧૯૮૯-૯૪)
- જર્મન બંડેસ્ટેગ (સંસદ)ના સભ્ય (૧૯૯૪-૨૦૦૯)
- સીડિયુ/ સીએસયુ વિધાનસભા જૂથના પ્રમુખ (૨૦૦૦-૨૦૦૨)
- પાર્શ્વ રાજકારણ બાદ પણ ૨૦૨૧માં ફરી સાંસદ તરીકે પાછા આવ્યા
- ૨૦૨૨માં સીડીયુના અધ્યક્ષ તરીકે ચૂંટાયા
- ૬ મે ૨૦૨૫ ચાન્સેલર બન્યા.
- રાજકીય દ્રષ્ટિકોણ
- મર્ઝ એક સાંપ્રદાયિક અને વ્યવસાય-અનુકૂળ રાજકીય નેતા તરીકે ઓળખાય છે.
- તેઓ જર્મની અને યુરોપમાં વધારે સુરક્ષા, આર્થિક સક્રિયતા અને સુધારેલ નીતિઓ તરફ ઝૂકેલા છે.
આંતરરાષ્ટ્રીય ભૂમિકા
- મર્ઝે જર્મની અને વિશ્વના મહત્વના દેશો સાથે સંબંધો મજબૂત બનાવવાના પ્રયત્ન કર્યા છે અને આર્થિક સ્તરે યુરોપનું સ્થાન મજબૂત કરવા જાણે અભિયાન હાથ ધર્યું છે તેવો નરેન્દ્રભાઇ ના સતાવાર આમંત્રણ થી પ્રથમ વખત ભારત આવી રહ્યા છે, તેવો દિલ્હી નહિ પરંતુ સીધા અમદાવાદ આવશે અને અહીં તેમને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ તેમને આવકારશે.
નરેન્દ્ર ભાઈના દરેક આયોજન પાછળ કોઈને કોઈ હેતુ છુપાયેલો હોય છે જે પાછળ થી ખ્યાલ આવતો હોય છે, મર્ઝના આવવા થી ભારતને શું ફાયદો થશે..? એની પાછળનું ગણિત તો નરેન્દ્ર ભાઈ જ જાણે, પરંતુ એક વાત હકીકત છે કે આપણે વર્ષોથી જર્મની સાથે ઘણા સારા સંબંધો છે, નરેન્દ્રભાઇએ એ સંબંધોને ગાઢ બનાવ્યા છે , બંને દેશો વચ્ચે સંબધો હંમેશા શાંતિ, લોકશાહી અને વિકાસ આધારિત રહ્યા છે, જર્મની ને યુરોપ માં ભારત નો સૌથી મહત્વનો ભાગીદાર માનવામાં આવે છે, વધુ ઊંડાણથી જોઈએ તો આર્થિક અને વ્યાપારિક સંબંધો
ભારતનો યુરોપમાં સૌથી મોટો વેપાર ભાગીદાર મુખ્ય ક્ષેત્રોઃ
ઓટોમોબાઇલ (કાર ઉદ્યોગ)
એન્જિનિયરિંગ
મશીનરી
કેમિકલ્સ
ગ્રીન એનર્જી
ભારતમાં હજારો જર્મન કંપનીઓ કાર્યરત છે
મેક ઇન ઇન્ડિયા અને સ્કીલ ઇન્ડિયામાં જર્મની નુ મોટું યોગદાન
= ટેકનોલોજી અને ગ્રીન એનર્જી
જર્મની ભારત માટેઃ
સ્વચ્છ ઊર્જા
ક્લાઈમેટ ચેન્જ સામે લડત
હાઈડ્રોજન એનર્જીમાં મહત્વનો સાથી
- ભારત-જર્મની ભાગીદારી ટકાઉ વિકાસ પર આધારિત છે.
- શિક્ષણ અને સંશોધન
હજારો ભારતીય વિદ્યાર્થીઓ જર્મનીમાં અભ્યાસ કરે છે.
વિજ્ઞાન
ટેકનોલોજી
સંશોધનમાં સહયોગ
- જ્ઞાન આધારિત સંબંધો મજબૂત બન્યા છે.
- સુરક્ષા અને વૈશ્વિક મુદ્દા
બંને દેશોઃ
આતંકવાદ સામે એકમત
વૈશ્વિક શાંતિ અને નિયમ આધારિત વિશ્વ વ્યવસ્થા સમર્થક
જર્મની ભારતનાઃ
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્ય બનવાના દાવાને સમર્થન આપે છે
- સંસ્કૃતિ અને માનવ સંબંધ
જર્મનીમાં મોટી ભારતીય સમુદાય
યોગ, આયુર્વેદ, ભારતીય સંસ્કૃતિને લોકપ્રિયતા
સાંસ્કૃતિક કાર્યક્રમો, ફિલ્મ મહોત્સવ, ભાષા વિનિમય
ભારત અને જર્મનીના સંબંધો
વિશ્વાસ પર આધારિત
અર્થતંત્ર, ટેકનોલોજી અને સંસ્કૃતિથી જોડાયેલા
ભવિષ્ય તરફ દ્રષ્ટિ ધરાવતા કહી શકાય
સમગ્ર અમદાવાદ પંથક માં આ મહોત્સવ ને ઉજવવા અનેરો ઉત્સાહ જણાઈ રહ્યો છે, ગુજરાત ના પતંગોત્સવ ને વૈશ્વિક બનાવી રહ્યા છે નરેન્દ્રભાઇ મોદી...









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
