<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

ભારે કરી! મધમાખીથી બચવા માટે વૃદ્ધ ઘાસના ઢગલામાં છુપાયા, કોઈએ આગ લગાવી દીધી, વૃદ્ધ જીવતા બળી ગયા

બારાબંકીનો વિચિત્ર કિસ્‍સો...આગમાં બળીને ખાખ થઈ ગયા વૃદ્ધ

બારાબંકી તા.૯: ઉત્તર પ્રદેશના બારાબંકીમાં મધમાખીના હુમલાથી બચવા માટે એક શખ્‍સ જંગલી ઘાસમાં છુપાયો હતો. આ દરમિયાન ધુમાડો કરવા માટે કોઈએ ઘાસમાં આગ લગાવી દીધી. જેનાથી વૃદ્ધ જીવતા સળગીને રાખ થઈ ગયા. વૃદ્ધ ઘરે ન પહોંચતા પરિવારના લોકોએ તેમની શોધખોળ કરી, તો સળગેલી હાલતમાં તેઓ મૃત મળી આવ્‍યા. આ ઘટના બાદ પરિવારમાં હાહાકાર મચી ગયો.

જાણકારી અનુસાર, આ ઘટના હૈદરગઢ કોતવાલી વિસ્‍તારના ગોતાવન પુરવા ગામના રહેવાસી ૭૦ વર્ષીય રામ ઔતાર ઉર્ફ ફક્કડનું મંગળવારે જીવતા સળગી જવાથી મોત થઈ ગયું. રામ ઔતારનો પરિવાર છાપરામાં રહેતો હતો. જેઓ જંગલી ઘાસમાંથી બનેલું સિરકા, સૂપ વગેરે વેચવાનું કામ કરી પરિવારનું ભરણપોષણ કરતા હતા. કહેવાય છે કે મંગળવાર બપોરે તે ઘાસ લેવા ગયા હતા અને પાછા ફરતા રસ્‍તામાં મધમાખીના ટોળાએ હુમલો કરી દીધો.

પરિવારે જણાવ્‍યું કે વિસ્‍તારના રૌની ગામ નજીક મધમાખીના ટોળાએ રસ્‍તા પરથી પસાર થતાં લોકો પર હુમલો કરવાનું શરૂ કરી દીધું. રામ ઔતાર બચવા માટે રોડની સાઈડમાં પડેલા જંગલી ઘાસમાં છુપાઈ ગયા. આ દરમિયાન મધમાખીઓને ભગાડવા માટે ખડમાં કોઈએ આગ લગાવી દીધી અને મોકો જોઈને ત્‍યાંથી ભાગી ગયા. મોડી સાંજ થઈ પણ રામ ઔતાર ઘરે પહોંચ્‍યા નહીં તો પરિવારના લોકો શોધવા નીકળ્‍યા. બાદમાં જ્‍યારે આગવાળી જગ્‍યાએ જઈને જોયું તો રામ ઔતાર બળીને ખાખ થઈ ગયા હતા.

આ દુર્ઘટના બાદ પરિવારમાં હાહાકાર મચી ગયો. તો વળી વૃદ્ધના પત્‍નીએ જણાવ્‍યું કે સવારે તેઓ બાબા ટીકારામ ધામમાં લાગેલા મેળામાં સિંદૂર લેવા ગયા હતા અને ૧૨ વાગ્‍યે પાછા આવવાની વાત કહી જંગલમાં ઘાસ લેવા નીકળી ગયા હતા. હૈદરગઢ પોલીસે જણાવ્‍યું કે એક દુર્ઘટનામાં વૃદ્ધનું મોત થયું છે. ફરિયાદ આવશે તો તપાસ કરવામાં આવશે.

 

(10:41 AM IST)