<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

આધારને મળ્‍યો નવો ચહેરોઃ UIDAIએ લોન્‍ચ કર્યો મેસ્‍કોટ ઉદય

ઉદય એક રેસિડન્‍ટ-ફ્રેન્‍ડ્‍લી કમ્‍યુનિકેશન સાથીની જેમ કામ કરશે

નવી દિલ્‍હી,તા.૧૮: આધાર કાર્ડ આપતી યુનિક આઇડેન્‍ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્‍ડિયા (UIDAI)એ સામાન્‍ય લોકો સાથે સંકળાયેલી સેવાઓને આસાનીથી સમજાવવા માટે સત્તાવાર મેસ્‍કોટ ઉદય લોન્‍ચ કર્યો છે. એનો હેતુ આધારને લગતી માહિતી સરળતાથી લોકો સમજી શકે એવી બનાવવાનો છે જેથી ટેક્રિલ વાતો પણ સામાન્‍ય ભાષામાં સમજાવી શકાય.

ઉદય એક રેસિડન્‍ટ-ફ્રેન્‍ડ્‍લી કમ્‍યુનિકેશન સાથીની જેમ કામ કરશે અને એના દ્વારા આધાર અપડેટ, ઑથેન્‍ટિકેશન, ઑફલાઇન વેરિફિકેશન, નવી ટેક્રિક વાપરવી અને આધારનો જવાબદારીભર્યો ઉપયોગ કરવા જેવી સેવાઓ લોકો સુધી પહોંચાડવામાં આવશે.

આ માટે UIDAI દ્વારા MyGov પ્‍લેટફોર્મ પર ઓપન નેશનલ ડિઝાઇન અને નામકરણ સ્‍પર્ધા યોજવામાં આવી હતી. આ સ્‍પર્ધામાં દેશભરમાંથી ૮૭૫ એન્‍ટ્રી આવી હતી જેમાં વિદ્યાર્થીઓ, પ્રોફેશનલ્‍સ અને ડિઝાઇનર્સ સામેલ હતા. આ એન્‍ટ્રીમાંથી પસંદગી માટે મલ્‍ટિ-લેયર પ્રક્રિયા કરવામાં આવી હતી.

કેરલાના ત્રિશૂરના અરુણ ગોકુલે ડિઝાઇન માટે પ્રથમ પ્રાઇઝ જીત્‍યું હતું, જ્‍યારે પુણેના ઇદ્રિસ દવાઈવાલા અને હૈદરાબાદના મહારાજ શરણને બીજું અને ત્રીજું સ્‍થાન મળ્‍યું હતું. મેસ્‍કોટના નામની સ્‍પર્ધામાં ભોપાલની રિયા જૈને પ્રથમ સ્‍થાન મેળવ્‍યું હતું.

(10:46 AM IST)