<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

ઇટલીના રસ્‍તા પર છવાઈ ગઈ ગુજરાતની એમ્‍બેસેડર

મિલાન,તા.૦૯: દાયકાઓ સુધી ભારતમાં ગાડીઓમાં રાજા ગણાયેલી આઇકોનિક હિન્‍દુસ્‍તાની ઍમ્‍બેસેડર આજે પણ લોકોની યાદોમાં સ્‍પેશ્‍યલ સ્‍થાન ધરાવે છે. હવે આ ગાડી જૂની ફિલ્‍મોમાં જ જોવા મળે છે એવું નથી. તાજેતરમાં આ ગાડી ઇટલીના મિલાન શહેરની સ્‍ટ્રીટ પર જોવા મળી હતી.

સોશ્‍યલ મીડિયા પર એક વિડિયો સામે આવ્‍યો છે જેમાં ઇટલીના મિલાનમાં રસ્‍તા પર સાઇડમાં પાર્ક કરવામાં આવેલી એક ઍમ્‍બેસેડર દેખાય છે. એને જોઈને જ ખબર પડી જાય છે કે ગાડીની ખૂબ સારી રીતે કાળજી લેવામાં આવી છે.

આ ગાડીની વધુ એક આヘર્યજનક વાત છે એની નંબરપ્‍લેટ. ઇટલીના રજિસ્‍ટ્રેશનને બદલે આ ઍમ્‍બેસેડર ભારતની અને એમાં પણ ગુજરાતની રીજનલ ટ્રાન્‍સપોર્ટ ઑફિસ (RTO)નું રજિસ્‍ટ્રેશન ધરાવે છે. ગાડીનો નંબર છે GJ-1HQ-7734.

ઑનલાઇન આ વિડિયો વાઇરલ થતાંની સાથે જ લોકોએ જાતભાતની કમેન્‍ટ કરીને ‘ફેશન કેપિટલ'માં ‘ઇન્‍ડિયન ઍમ્‍બેસેડર'ની હાજરીને વધાવી હતી.

(10:48 AM IST)