<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

૨૦૧૪થી ફરી ચૂંટાયેલા ૧૦૨ સાંસદોની સંપત્તિમાં ૧૧૦% ઉછાળોઃ ADR

૧૦ વર્ષમાં ઉદયનરાજે ભોંસલે, હેમામાલિની, નિશિકાંત દુબેની સંપત્તિમાં સૌથી વધુ વધારો નોંધાયો

નવી દિલ્‍હી,તા.૦૯: લોકસભામાં ૨૦૧૪થી ૨૦૨૪ વચ્‍ચે ફરી ચૂંટાઈ આવેલા ૧૦૨ સાંસદોની સરેરાશ સંપત્તિમાં આશરે ૧૧૦ ટકાનો ઉછાળો આવ્‍યો હતો. આ દસ વર્ષમાં સંપત્તિમાં સૌથી વધુ વધારો થયો છે તેવા ટોચના ૧૦ સાંસદોમાં ભાજપના ઉદયનરાજે ભોંસલે, પૂનમબેન માડમ, હેમામાલિની, નિશિકાંત દુબેનો સમાવેશ થાય છે. તેમાં ળ્‍લ્‍ય્‍ઘ્‍ભ્‍ના પીવી મિધુન રેડ્ડી, શિરોમણી અકાલી દળના હરસિમરત કૌર બાદલ, તૃણમૂલ કોંગ્રેસના શત્રુઘ્‍ન સિંહા અને NCP (SP)ના સુપ્રિયા સુલેનો પણ સમાવેશ થાય છે.

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્‍સ (ADR)ના એક અહેવાલમાં આ ખુલાસો થયો હતો. રીપોર્ટમાં જણાવ્‍યા મુજબ આ સમયગાળામાં ફરી ચૂંટાઇ આવેલા ૧૦૨ સાંસદોની સંપત્તિમાં સરેરાશ રૂ.૧૭.૩૬ કરોડનો વધારો થયો હતો, જે આશરે ૧૧૦ ટકાનો ઉછાળો દર્શાવે છે. ભોંસલે ૨૦૧૪ અને ૨૦૧૯માં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી તરફથી સાંસદ તરીકે અને ૨૦૨૪માં ભાજપ તરફથી મહારાષ્ટ્રના સતારાથી ચૂંટાયા હતાં. તેમની સંપત્તિમાં ૨૬૮ ટકાનો ઉછાળો આવ્‍યો હતો. ૨૦૧૪માં તેમની સંપત્તિ રૂ.૬૦ કરોડ હતી, જે ૨૦૧૯માં વધી રૂ.૧૯૯ કરોડ અને ૨૦૨૪માં વધુ વધી રૂ.૨૨૩ કરોડ થઈ હતી.

ગુજરાતના જામનગરથી ભાજપના સાંસદ પૂનમબેન માડમની સંપત્તિ ૨૦૨૪માં રૂ.૧૩૦ કરોડ ઉછળી રૂ.૧૪૭ કરોડ થઈ હતી, જે ૨૦૧૪ની સરખામણીમાં ૭૪૭ ટકાનો જંગી ઉછાળો દર્શાવે છે. ૨૦૧૪માં તેમને રૂ.૧૭ કરોડની સંપત્તિ જાહેર કરી હતી.

રાજમપેટ બેઠકથી ળ્‍લ્‍ય્‍ઘ્‍ભ્‍ના પીવી મિધુન રેડ્ડીની સંપત્તિ ૨૦૧૪માં રૂ.૨૨.૫૯ કરોડ હતી, જે ૨૦૨૪માં રૂ.૧૪૬.૮૫ કરોડ થઈ હતી. આમ તેમની સંપત્તિમાં રૂ.૧૨૪.૨૫ કરોડનો ઉછાળો આવ્‍યો હતો. અભિનેત્રીમાંથી રાજકારણી બનેલા હેમા માલિનીની સંપત્તિ ૨૦૧૪ની રૂ.૧૭૮ કરોડ વધીને ૨૦૨૪માં રૂ.૨૭૮ કરોડ થઈ ગઈ છે. આમ તેમની સંપત્તિમાં રૂ.૧૦૦ કરોડનો વધારો થયો હતો.

વિવિધ રાજકીય પક્ષોના ફરી ચૂંટાયેલા ૧૦૨ સાંસદોની સરેરાશ સંપત્તિ ૨૦૧૪માં રૂ.૧૫.૭૬ કરોડ હતી, જે ૨૦૧૯માં વધીને રૂ.૨૪.૨૧ કરોડ થઈ હતી. આ સાંસદોની સરેરાશ સંપત્તિ ૨૦૨૪માં વધુ વધી રૂ.૩૩.૧૩ કરોડ થઈ હતી. આમ દસ વર્ષમાં સાંસદોની સંપત્તિમાં લગભગ બમણી થઈ ગઈ હતી

(10:50 AM IST)