હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શાળાના બાથરૂમમાં વિદ્યાર્થીઓ પાણીની બોટલમાંથી દારૂ પીતાઃ સિગારેટ ફૂંકતા પકડાયા
આ કોઈ સામાન્ય સમાચાર નથી, પરંતુ સમાજ અને માતાપિતા માટે એક ગંભીર ચેતવણી છે

હલ્દવાની,તા.૦૯: આ કોઈ સામાન્ય સમાચાર નથી, પરંતુ સમાજ અને માતાપિતા માટે એક ગંભીર ચેતવણી છે. ડ્રગ્સનું વ્યસન હવે શેરીઓ અને મહોલ્લાઓથી શાળાઓ સુધી ફેલાઈ રહ્યું હોય તેવું લાગે છે. હલ્દવાનીની પ્રાઇવેટ સ્કૂલ્સમાં તાજેતરના કિસ્સાઓએ શિક્ષણ પ્રણાલી અને માતાપિતા બંનેને આઘાત પહોંચાડ્યો છે. એક ખાનગી શાળામાં, એક વિદ્યાર્થીની પાણીની બોટલમાંથી દારૂ મળી આવ્યો હતો, જ્યારે બીજી શાળામાં, એક વિદ્યાર્થી બાથરૂમમાં સિગારેટ પીતો પકડાયો હતો.
STHના મનોચિકિત્સા વિભાગના મનોવિજ્ઞાની ડો. યુવરાજ પંતના જણાવ્યા અનુસાર, છેલ્લા બે મહિનામાં, અમને એવા ઘણા કિસ્સાઓ મળ્યા છે જેમાં વિદ્યાર્થીઓ શાળામાં દારૂ કે સિગારેટ પીતા અથવા રાખતા જોવા મળ્યા છે. આ બાળકોને કાઉન્સેલિંગ કરવા માટે શાળા મેનેજમેન્ટ દ્વારા વાલીઓને બોલાવવામાં આવી રહ્યા છે. આ પરિસ્થિતિ અત્યંત ચિતાજનક છે.
નિષ્ણાતોનું કહેવું છે કે આ જોખમનો સામનો કરવા માટે, માતાપિતાએ તેમના બાળકો સાથે મૈત્રીપૂર્ણ અભિગમ અપનાવવાની જરૂર છે. તેમની સાથે ખુલ્લેઆમ વાતચીત કરો, દરરોજ તેમની સાથે સમય વિતાવો, તેમની કંપની અને પ્રવૃત્તિઓ પર નજર રાખો અને કોઈપણ અસામાન્ય વર્તનને ક્યારેય હળવાશથી ન લો. જરૂર પડે તો સમયસર કાઉન્સેલિગ લેવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, શાળા મેનેજમેન્ટે તાત્કાલિક વાલીઓને બોલાવ્યા અને બાળકો માટે કાઉન્સેલિગ શરૂ કર્યું. આ વિદ્યાર્થીઓનું હાલમાં મેડિકલ કોલેજના મનોચિકિત્સા વિભાગના નિષ્ણાતો દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
