News of Friday, 9th January 2026
બંદોબસ્ત સ્કીમ ફાઇનલ કરવા કાલે મુખ્ય પોલીસ વડા રાજકોટમાં
ઇન્ચાર્જ પોલીસ મહાનિર્દેશક SPG ના ટોચના અધિકારીઓ સાથે ચર્ચા કરશેઃ પોલીસ કમિશનર બ્રજેશ ઝા અને રેન્જ વડા અશોક કુમાર યાદવ સાથે પીએમ માટે બનેલ હેલિપેડનું નિરીક્ષણ કરી ફાઈનલ રિહર્સલ માટે લીલી ઝંડી આપશેઃ IB વડા પણ આવી રહ્યા છે... : વડાપ્રધાન અને દેશ વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિથી મારવાડી યુનિવર્સિટી ફરતે અભેદ સુરક્ષા ચક્ર : યુનિવર્સિટી આસપાસના વિસ્તારોની ચકાસણી પછી કમાન્ડો પોઝિશન નક્કી થશેઃ બોમ્બ સ્કોડ વિગેરે દ્વારા તસુએ તસુ જમીન સહિતના સ્થળોની ચકાસણી

રાજકોટ, તા.૯: ૪૦ દેશોના ઉદ્યોગ જગતના ટોચના ઉદ્યોગપતિઓ સહિતના મહાનુભાવો રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાનાર વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવાની સાથોસાથ રવિવારે વડાપ્રધાન રાજકોટ આવી રહ્યા હોવાથી સુરક્ષા વ્યવસ્થા સાથે બંદોબસ્ત સ્કીમને આખરી ઓપ આપવા માટે રાજ્યના ઇન્ચાર્જ મુખ્ય પોલીસ વડા અને ગુજરાતના સીઆઇડી વડા ડો. કે. એલ.એન.રાવ રાજકોટ આવી રહ્યાંનુ ટોચના સૂત્રો જણાવે છે.
અત્રે એ યાદ રહે કે ડૉ. કે એલ.એન રાવ પોરબંદર, સુરેન્દ્રનગર, રાજકોટ શહેરમાં ડીસીપી સહિત ગુજરાતના મોટા ભાગના જિલ્લાના એસપી, મોટા શહેરોના જોઇન્ટ સીપી તરીકે વડાપ્રધાનના રોડ શો સહિતનાં બંદોબસ્ત ખૂબ સારી રીતે સંભાળી ચૂકયા હોવાથી રાજકોટની ખૂબ મોટી ઇવેન્ટસમાં તેમનું માર્ગદર્શન મહત્વનું બની રહેશે.
અત્રે એ યાદ રહે કે ૧૧ થી ૧૫ સુધીની રાજકોટના મારવાડી કોલેજ ખાતે યોજાનાર ઇવેન્ટસનું સુકાન અનુભવી એવા એડિશનલ ડીજીપી લેવલના રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ ઝા અને આવી અનેક ઇવેન્ટસ સાથે મહત્વની ઘટનાઓ વખતે લોકો અને સરકાર વચ્ચે સેતુ બની પરિસ્થિતિ હેન્ડલ કરવા માટે જાણીતા રાજકોટ રેન્જ વડા એવા અશોક કુમાર યાદવ આખું સંચાલન સંભાળી રહ્યા છે. આ બન્ને અધિકારીઓ બંદોબસ્તની ઝીણવટભરી વિગતો મેળવી એસપીજી સાથે સંકલન સાધી રહ્યા છે વડા પ્રધાન કાર્યાલય તમામ અપડેટ તેમની પાસેથી મેળવી રહ્યું છે. Ib વડા પણ રાજકોટ આવી રહ્યા છે.
મુખ્ય પોલીસ વડા દ્વારા વડાપ્રધાન માટે બનેલ હેલિપેડની મુલાકાત પણ પોલીસ કમિશનર અને રાજકોટ રેન્જ વડા સહિતના સિનિયર અધિકારીઓને સાથે રાખી લેવાના હોવાનું પણ સૂત્રો જણાવે છે SPG અધિકારીઓ દ્વારા મારવાડી યુનિવર્સિટી સાથે આસપાસના વિસ્તારોનું નિરીક્ષણ કરી કમાન્ડોની પોઝિશન નક્કી કરવામાં આવશે. મારવાડી યુનિવર્સિટી વિસ્તાર લશ્કરી છાવણી જેવો બની રહ્યો છે
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
