<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

હાથથી છોડો એ ત્‍યાગ, હાર્ટથી છોડો એ વૈરાગ્‍યઃ પૂ. મોરારીબાપુ

બિહારમાં આયોજીત ‘‘શૃંગિ રૂષિ'' શ્રીરામકથાનો આજે સાતમો દિવસઃ દરરોજ રામનામનો લાભ લેતા ભકતજનો

રાજકોટઃ તા.૯, બિહાર- લખિસરાઇના અશોક ધામ-મહાદેવ મંદિરના પ્રાંગણમાં પ્રવાહિત થઇ રહેલી ‘માનસ શંૃગિઋષિ' રામકથાના છઠ્ઠા દિવસે- ગઇકાલે- કથાનો પ્રેમ સંવાદ આગળ વધારતા પ્રિય બાપુએ કહયું હતું કે -ભાગવ્‌જીનો એક શ્‍લોક છે, એમાં અ- કામનો મહિમા છે. અ-કામ એટલે જેને કોઇ કામનાઓ નથી, શંકરાચાર્યજી કહે છે એમ મોક્ષની પણ કામના નથી સર્વ  કર્મપૂર્ણ થઇ જાય અથવા કામનાથી બિલકુલ થઇ જવાય એના માટે એક જ ઉપાય છે- ભકિત એ પણ કેવળ ભકિત નહિ પણ તીવ્રભકિત યોગ હોય, જ્ઞાનયોગ હોય સ્‍વાધ્‍યાય હોય તો એ કામનામુકત થઇ શકાય, એ માટે ત્રણ વસ્‍તુ જરૂરી છે. તીવ્રભકિત યોગ, તીક્ષ્ણ જ્ઞાનયોગ અને તૃપ્‍તિનો યોગ, કર્મ કરતી વખતે આપણને રસ આવવો જોઇએ, પરમાત્‍મા-ઇશ્‍વર પણ રસમય છે, એની પાસે ફળ ન માંગો પણ રસમાંગો, ફળથી તૃપ્‍તિ નથી મળતી રસથી તૃપ્‍તિ થાય છે અતૃપ્‍તિએ  જીવીત-જીવંત અગ્નિસંસ્‍કાર છે. માણસ અતૃપ્‍ત છે. કથા સાંભળવી એ પણ એક કર્મયોગ છે. કથા દ્વારા ભકિત, જ્ઞાન અને તૃપ્‍તિનો ઓડકાર આવે છે. એક વાર્તા છે : એક મોટો બિલ્‍ડર હતો એની સાથે એક સુથાર કામ કરતો હતો, બિલ્‍ડર જે પ્‍લાન બનાવે, સોસાયટીઓના મકાનો બનાવે એનું ફર્નિચરનું કામ એ સુથાર કરતો હતો. ખૂબ સારો કારિગર હતો, એનું કામ રસપૂર્વક કરતો હતોઅને બિલ્‍ડરને પણ એનું કામ ગમતું હતું, ત્રીસ-ચાલીસ વર્ષ એ સુથાર પેલા બિલ્‍ડર સાથે કામ કર્યા પછી એને વિચાર આવ્‍યો કે હવે મારે નિવૃતિ લેવી છે, સુથારે બિલ્‍ડરને વાત કરી કે, શેઠ મારે હવે નિવૃતિ લેવી છે. ખૂબ કામ કર્યું હવે નથી કરવું, બિલ્‍ડરે એને ખૂબ સમજાવવાનો પ્રયત્‍ન કર્યો કે ભાઇ, હજુ થોડાક વર્ષ કામ કરીલે, પણ સુથાર એના નિર્ણય પર અડગ હતો. ત્‍યારે બિલ્‍ડરે કિધુ કે ભલે તારી મરજી, પણ એક મકાનનું કામ કરી આપ પછી તું નિવૃત થજે, પેલા સુથારે કમને હા પાડી કે ભલે આ એક મકાનનું   કામ કરી આપીશ, હવે એ મકાનના ફર્નીચરનું કામ એમણે અ-મનથી  પરાણે-કમને કર્યું કેમ કે મનમાં નિવૃત થવાના વિચારો ચાલતા હતા એટલે એણે બહુ ધ્‍યાન ન આપ્‍યું કામપૂર્ણ થયું એટલે પેલા બિલ્‍ડરને કહયું કે- લ્‍યો, આ મકાનનું કામ પૂરૂ થયું, હવે મને રજા આપો, ત્‍યારે પેલા બિલ્‍ડરે સુથારને કીધુ કે -ભાઇ, તારી ત્રીસ ચાલીસ વર્ષની કામગીરી, તારી કામ કરવાની પધ્‍ધતિથી હું ખુશ થયો છું તેથી જે મકાનનું કામ મેં તને સોંપ્‍યું હતું એ મકાન તારા માટે જ મેં બનાવ્‍યું છે, તને હું એ મકાન ભેટ આપું છું. ત્‍યારે સુથારની સ્‍થિતિ જોવા જેવી હતી !! માટે હું કહું છું કે પ્રત્‍યેક કર્મ રસપૂર્વક જ થવા જોઇએ !  ઓશો એક મંદિરની વાત કરતા હતાં. એક મંદિર બનતું હતું તો ત્‍યાં કામ કરનારા કારીગરોને લોક પૂછતા કે, શું કામ કરો છો? ત્‍યારે એક કારીગર કહે અમે તો મજૂર છીએ, પરસેવો પાડીને કામ કરીએ છીએ, બીજાને પૂછયું તો કહે મંદિર બને છે એનું કામ કરીએછીએ, ત્રીજાને પૂછયું તો એણે પૂછનારને પ્‍લેટ બતાવી કીધુ કે- આ દાતાએ પૈસા આપ્‍યા એના નામની તકતી લગાવવાની છે, એટલે એ કામ કરૂં છું.   ઓશોની વાત આ ત્રણ કારીગર પાસે પૂરી થઇ જાય છે, પણ હવે મારે એ વાત ને આગળ લઇ જવી છે હું મોરારિબાપુ ચોથો કારીગર પાસે જાઉંછું અને ચોથી વ્‍યકિતને હું પૂછું છું કે ભાઇ, શેનું કામ કરો છો ? ત્‍યારે ચોથો કારીગર મને કહે છે કે મંદિર બને છે, મંદિર માંહેની ભગવાનની મૂર્તિ હું બનાવું છું ! આ છે કર્મની રસિકતા.

 યજ્ઞના ઘણા ઘણા પ્રકારો છે. શૃંગિઋષિ એ જે યજ્ઞ કર્યો એ યજ્ઞ પુત્રકામેષ્‍ઠિ યજ્ઞ હતો. શૃંગિઋષિ અથર્વવેદીય જ્ઞાતા હતા, એથી વસિષ્‍ઠજીએ એને બોલાવ્‍યા જે યજ્ઞમાં બલિદાનો અપાય એ યજ્ઞ  જ નથી, જેમાં અહંતા અને મમતાની આહુતિ અપાય એ જ સાચો યજ્ઞ છે (મનોજ જોશી ‘‘મજો'' -રાજકોટ)

(3:34 PM IST)