હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગીતાના જ્ઞાન અને શ્રદ્ધાની અનોખી સફર: મનોજ જોશી અને રિધમ સનાધ્યાની ફિલ્મ 'અર્થાત' છે દરેક આસ્તિક-નાસ્તિક માટે મસ્ટ વોચ
માતાના જીવન-મરણના સંગ્રામ વચ્ચે સર્જાયું વૈચારિક યુદ્ધ; પ્રખ્યાત અભિનેતા મનોજ જોશીનો દમદાર અભિનય અને હૃદયસ્પર્શી વાર્તા જીતી લેશે તમારું દિલ

મુંબઈ, તા. 09 : જો તમે ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશો અને ભગવદ્ ગીતામાં અતૂટ શ્રદ્ધા ધરાવો છો, તો તમારે એકવાર 'અર્થાત' (Arthaat) ફિલ્મ ચોક્કસ જોવી જોઈએ. ફિલ્મ 'કિસ કિસકો પ્યાર કરૂં-2' ફેમ ગીત નિર્દેશક અને અભિનેત્રી રિધમ સનાધ્યા તથા દિગ્ગજ અભિનેતા મનોજ જોશી સ્ટારર આ શોર્ટ ફિલ્મ શ્રદ્ધા અને તર્કના વિષયને અત્યંત ગંભીરતાથી રજૂ કરે છે.
આસ્તિક અને નાસ્તિક વચ્ચેનું મનોવૈજ્ઞાનિક યુદ્ધ
ભાગવત પ્રસાદ દ્વારા નિર્દેશિત આ ફિલ્મની વાર્તા એક એવી પુત્રીની આસપાસ ફરે છે જેની માતા હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. ફિલ્મમાં રિધમ સનાધ્યાએ એક 'નાસ્તિક' યુવતીનું પાત્ર ભજવ્યું છે, જે ઈશ્વરના અસ્તિત્વ સામે સવાલ ઉઠાવે છે. રિધમ જણાવે છે કે, "હું વાસ્તવિક જીવનમાં ખૂબ જ આસ્તિક વ્યક્તિ છું, તેથી આ પડકારજનક પાત્ર ભજવવા માટે મારે માનસિક રીતે ઘણી તૈયારી કરવી પડી હતી."
મનોજ જોશીનો પ્રેરણાદાયી અભિનય
ફિલ્મની સૌથી મોટી તાકાત મનોજ જોશીનો અભિનય છે. તેઓ વાર્તામાં એક માર્ગદર્શક તરીકે દેખાય છે, જે ગીતાના જ્ઞાન દ્વારા નાસ્તિકતાના અંધકારમાં ફસાયેલા પાત્રને શ્રદ્ધાના પ્રકાશ તરફ લઈ જાય છે. રિધમ સનાધ્યાએ મનોજ જોશી સાથે કામ કરવાના અનુભવને અસાધારણ ગણાવ્યો હતો અને ફિલ્મ નિર્માતા વિકાસ ગુટગુટિયા (FNP મીડિયા) નો આભાર માન્યો હતો કે તેઓ આવું અર્થસભર કન્ટેન્ટ પ્રેક્ષકો સુધી લાવ્યા.
સમાજને આપશે ખાસ સંદેશ
ફિલ્મમાં પ્રવિણા દેશપાંડે અને આલોક જેવા કલાકારોએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે. 'અર્થાત' માત્ર એક મનોરંજક ફિલ્મ નથી, પરંતુ તે મુશ્કેલ સમયમાં મનુષ્યની આંતરિક શક્તિ અને ઈશ્વર પ્રત્યેના વિશ્વાસને કેવી રીતે ટકાવી રાખવો તે શીખવે છે. આ ટૂંકી ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થતા જ લોકોમાં ભારે લોકપ્રિય થઈ રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
