હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હોલીવુડનો મહાકુંભ: ૧૨ જાન્યુઆરીએ યોજાશે 'ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ ૨૦૨૬', લિયોનાર્ડો ડીકેપ્રિયો અને કુમૈલ નાનજિયાની પર રહેશે દુનિયાભરની નજર
ભારતમાં સોમવારે સવારે ૬:૩૦ વાગ્યે લાયન્સગેટ પ્લે પર થશે લાઈવ સ્ટ્રીમિંગ; 'વન બેટલ આફ્ટર અધર' ૯ નોમિનેશન સાથે સૌથી આગળ

લોસ એન્જલસ : ફિલ્મ અને ટેલિવિઝન જગતના પ્રતિષ્ઠિત '૮૩માં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ'નું આયોજન કેલિફોર્નિયાના બેવર્લી હિલ્સમાં થવા જઈ રહ્યું છે. આ વર્ષે કોમેડિયન નિક્કી ગ્લેઝર સતત બીજા વર્ષે હોસ્ટ તરીકે સ્ટેજ સંભાળશે. ભારતીય સિનેમાપ્રેમીઓ માટે આ એવોર્ડ શો ખાસ છે કારણ કે દક્ષિણ એશિયાઈ મૂળના કલાકાર કુમૈલ નાનજિયાની 'નાઈટ થોટ્સ' માટે નોમિનેશન મેળવવામાં સફળ રહ્યા છે.
ભારતમાં ક્યારે અને ક્યાં જોશો?
ભારતીય દર્શકો માટે આ એવોર્ડ શોનું પ્રસારણ સોમવાર, ૧૨ જાન્યુઆરીએ સવારે ૬:૩૦ વાગ્યે શરૂ થશે. તેનું સત્તાવાર લાઈવ સ્ટ્રીમિંગ લાયન્સગેટ પ્લે (Lionsgate Play) પર કરવામાં આવશે. જો તમે સેલિબ્રિટીઝનો રેડ કાર્પેટ લુક જોવા માંગતા હોવ, તો તમારે સવારે ૫:૦૦ વાગ્યે ટીવી કે મોબાઈલ સામે ગોઠવાઈ જવું પડશે.
લિયોનાર્ડો ડીકેપ્રિયો ચોથા એવોર્ડની રેસમાં
દુનિયાભરના ચાહકોના પ્રિય લિયોનાર્ડો ડીકેપ્રિયો તેમની ફિલ્મ 'વન બેટલ આફ્ટર અધર' માટે બેસ્ટ એક્ટર (મ્યુઝિકલ અથવા કોમેડી) શ્રેણીમાં નોમિનેટ થયા છે. અત્યાર સુધી ૧૫ વખત નોમિનેશન મેળવી ચુકેલા લિયોનાર્ડો આ વખતે પોતાનો ચોથો ગોલ્ડન ગ્લોબ જીતીને ઇતિહાસ રચવાની આશા રાખી રહ્યા છે. તેમની આ ફિલ્મ કુલ ૯ શ્રેણીઓમાં નોમિનેશન મેળવીને આ વર્ષની સૌથી મોટી દાવેદાર બની છે.
ટેલિવિઝન શ્રેણીઓમાં 'ધ વ્હાઇટ લોટસ'નો દબદબો
ટીવી શોની વાત કરીએ તો 'ધ વ્હાઇટ લોટસ' ૬ નોમિનેશન સાથે મોખરે છે. આ વખતે એવોર્ડ્સમાં 'શ્રેષ્ઠ પોડકાસ્ટ' જેવી નવી શ્રેણીઓ પણ ઉમેરવામાં આવી છે. ગયા વર્ષે પાયલ કાપડિયાની 'ઓલ વી ઇમેજિન એઝ લાઈટ' એ ભારતનું ગૌરવ વધાર્યું હતું, ત્યારે આ વર્ષે કુમૈલ નાનજિયાની દક્ષિણ એશિયાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
