હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બેકહામ પરિવારમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા: પુત્ર બ્રુકલિને માતા-પિતા ડેવિડ અને વિક્ટોરિયાને ફટકારી કાનૂની નોટિસ, સોશિયલ મીડિયા પર ટેગ કરવા પર પણ મૂક્યો પ્રતિબંધ
વકીલો વગર વાત નહીં થાય! પત્ની નિકોલા પેલ્ટ્ઝ સાથેના વિવાદમાં પુત્રએ તોડ્યા તમામ લોહીના સંબંધ; માતા-પિતા અને ભાઈ-બહેનોને ઇન્સ્ટાગ્રામ પર કર્યા બ્લોક

ન્યૂયોર્ક : વિશ્વના સૌથી પ્રભાવશાળી અને સ્ટાઇલિશ પરિવારોમાંના એક ગણાતા 'બેકહામ ફેમિલી'માં અત્યારે મોટું મહાભારત સર્જાયું છે. દિગ્ગજ ફૂટબોલર ડેવિડ બેકહામ અને ફેશન આઇકોન વિક્ટોરિયા બેકહામના સૌથી મોટા પુત્ર બ્રુકલિન બેકહામે તેના જ માતા-પિતા સામે કાનૂની મોરચો માંડ્યો છે. બ્રુકલિને તેના માતા-પિતાને સત્તાવાર કાનૂની નોટિસ મોકલીને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે હવેથી કોઈપણ વાતચીત સીધી નહીં, પરંતુ માત્ર વકીલો મારફતે જ કરવામાં આવે.
પત્ની નિકોલા સાથેના વિવાદે પકડ્યું જોર
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કૌટુંબિક કલેશનું મુખ્ય કારણ બ્રુકલિનની પત્ની નિકોલા પેલ્ટ્ઝ અને વિક્ટોરિયા બેકહામ વચ્ચેનો ગજગ્રાહ હોવાનું મનાય છે. લાંબા સમયથી ચાલી રહેલા આ અણબનાવને સુધારવા માટે વિક્ટોરિયાએ સોશિયલ મીડિયા પર અનેક હકારાત્મક પ્રયાસો કર્યા હતા, પરંતુ બ્રુકલિને આ તમામ પ્રયાસોને ફગાવી દીધા છે. હદ તો ત્યારે થઈ જ્યારે બ્રુકલિને સોશિયલ મીડિયા પર તેના માતા-પિતા અને ભાઈ-બહેનોને બ્લોક કરી દીધા.
સોશિયલ મીડિયા પર ટેગ કરવા પર મનાઈ
બ્રુકલિન દ્વારા મોકલવામાં આવેલી કાનૂની નોટિસમાં એક વિચિત્ર માંગણી કરવામાં આવી છે. તેણે તેના માતા-પિતાને કોઈપણ સોશિયલ મીડિયા પોસ્ટમાં તેને ટેગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. રિપોર્ટ મુજબ, વિક્ટોરિયાએ બ્રુકલિનના એક 'રોસ્ટ ચિકન' વીડિયોને લાઈક કર્યો હતો, જે વાત બ્રુકલિનને પસંદ ન પડતા તેણે આ આકરું પગલું ભર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. નવાઈની વાત એ છે કે, તેણે તેના દાદા-દાદીને બ્લોક કર્યા નથી અને તે હજુ પણ તેમની ટિપ્પણીઓનું સ્વાગત કરે છે.
વકીલો દ્વારા જ થશે હવે વાતચીત
અહેવાલ મુજબ, બ્રુકલિને ગત ઉનાળામાં જ એક પત્ર મોકલીને વકીલો દ્વારા વાતચીત કરવાનો આગ્રહ રાખ્યો હતો. જ્યારે ડેવિડ અને વિક્ટોરિયાએ આ પત્રને ગંભીરતાથી ન લીધો, ત્યારે બ્રુકલિન અને નિકોલાએ તેમને બ્લોક કરીને કાનૂની નોટિસ ફટકારવાનો નિર્ણય લીધો હતો. વૈશ્વિક મીડિયામાં આ સમાચાર વાયુવેગે પ્રસરતા ચાહકોમાં પણ ભારે ચર્ચાઓ જાગી છે કે શું આ આલીશાન પરિવારના સંબંધો ફરી ક્યારેય સુધરશે કે કેમ?









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
